IPO ખૂલશે22 નવે.
IPO બંધ થશે24 નવે.
ફેસ વેલ્યૂરૂ.5
પ્રાઇસબેન્ડરૂ.288
-304
લોટ 49 શેર્સ
ઇશ્યૂ
સાઇઝ
19506578
શેર્સ
ઇશ્યૂ
સાઇઝ
રૂ.593
કરોડ
લિસ્ટિંગઃBSE,
NSE
BUISNESSGUJARAT.IN
RATING
8/10

અમદાવાદ, 21 નવેમ્બર: ફ્લેર રાઇટિંગ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ શેરદીઠ રૂ. 5ની ફેસવેલ્યૂ અને રૂ. 288-304ની પ્રાઇસબેન્ડ ધરવતાં રૂ. 593 કરોડના IPO સાથે તા. 22 નવેમ્બરના રોજ મૂડીબજારમાં પ્રવેશી રહી છે.  ઓફરમાં રૂ. 292 કરોડના ફ્રેશ ઇશ્યૂ અને રૂ. 301 કરોડની ઓફર ફોર સેલનો સમાવેશ થાય છે.

એન્કર ઇન્વેસ્ટર બિડિંગ તા. 21 નવેમ્બરે IPO તા. 22 નવેમ્બરે યોજાશે. IPO તા. 22 નવેમ્બરે બંધ થશે. બિડ ઓછામાં ઓછા 49 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 49 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાય છે. કંપનની એન્કર ઇન્વેસ્ટર્સ ઓફરને પણ ખૂબજ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.

ઇશ્યૂના મુખ્ય હેતુઓ

રૂ. 55.99 કરોડના રોકાણ સાથે ગુજરાતના વલસાડ જિલ્લામાં રાઇટિંગ ઇન્સ્ટ્રુમેન્ટ્સ માટે એક નવી મેન્યુફેક્ચરિંગ સુવિધા સ્થાપશેપેટાકંપની ફ્લેર રાઇટિંગ ઇક્વિપમેન્ટ્સ પ્રાઇવેટ લિમિટેડ (“FWEPL”) માટે અંદાજિત રૂ. 86.75 કરોડના મૂડી ખર્ચને ભંડોળ માટે
પેટાકંપનીઓ, FWEPL અને ફ્લેર સિરોસિલ ઇન્ડસ્ટ્રીઝ (FCIPL)ની કાર્યકારી મૂડી જરૂરિયાતોને ફંડ પૂરું પાડવા રૂ. 77.00 કરોડFWEPL અને FCIPL દ્વારા મેળવવામાં આવેલા અમુક ઉધારોની આંશિક અથવા સંપૂર્ણ ચુકવણી/પૂર્વ ચુકવણી માટે રૂ. 43 કરોડ
લિસ્ટિંગઃ કંપનીના શેર્સ એનએસઇ અને બીએસઇ ખાતે લિસ્ટેડ કરાવવાની દરખાસ્ત છેલીડ મેનેજર્સઃ નુવામા વેલ્થ મેનેજમેન્ટ અને એક્સિસ કેપિટલ બુક રનિંગ લીડ મેનેજર્સ છે

ફ્લેર રાઇટિંગ લોટ સાઇઝ

ApplicationLotsSharesAmount
Retail (Min)149₹14,896
Retail (Max)13637₹193,648
S-HNI (Min)14686₹208,544
S-HNI (Max)673,283₹998,032
B-HNI (Min)683,332₹1,012,928

કંપનીની કામગીરી અને ઇતિહાસ

1976માં સ્થપાયેલી ફ્લેર લેખન સાધનોના વિકાસ અને ઉત્પાદનમાં સંકાળાયેલી છે. FLAIR એ વૈશ્વિક વેપાર અને સામાજિક ધોરણોનું પાલન કરતી ISO 9001 : 2015 છે; ISO 14001 : 2015 પ્રમાણિત કંપની છે.

કંપનીની પ્રચલિત બ્રાન્ડ્સ એક નજરેઃ કંપની FLAIR, HAUSER, PIERRE CARDIN, FLAIR CREATIVE, FLAIR HOUSEWARE અને ZOOX સહિતની ઘણી બ્રાન્ડની માલિકી ધરાવે છે. નાણાકીય વર્ષ 2023 માં, કંપનીએ કુલ 1,303.60 મિલિયન યુનિટ પેનનું વેચાણ કર્યું હતું, જેમાંથી 975.30 મિલિયન યુનિટ્સ, જે વેચાણમાં 74.82% હિસ્સો ધરાવે છે, સ્થાનિક સ્તરે વેચવામાં આવ્યા હતા જ્યારે 328.30 મિલિયન યુનિટ્સ, જે વેચાણમાં 25.18% હિસ્સો ધરાવે છે, વૈશ્વિક સ્તરે નિકાસ કરવામાં આવી હતી.

કંપનીની નાણાકીય કામગીરી એક નજરે

સમયગાળોJun23Mar23Mar22Mar21
એસેટ્સ765.04684.18557.49480.66
આવકો248.50954.29587.64310.87
ચો. નફો32.14118.1055.150.99
નેટવર્થ470.16437.99319.86264.65
અનામત423.46391.29296.50241.31
કુલ દેવું126.67115.59126.33130.31
(આંકડા રૂ. કરોડમાં)

કંપનીએ માર્ચ-20ના વર્ષાન્ત માટે આવકો રૂ. 580 કરોડ અને ચોખ્ખો નફો રૂ. 40 કરોડ નોંધાવ્યા હતા. તે જોતાં કંપની તેની નાણાકીય કામગીરીમાં સાતત્ય જાળવી રહી છે. એટલું જ નહિં ઇન્ડસ્ટ્રીઝની એવરેજ કરતાં પણ વધુ એવરેજથી ગ્રોથ હાંસલ કરી રહી છે. તે જોતાં મધ્યમથી લાંબાગાળાના મૂડીરોકાણ માટે આ આઇપીઓની પસંદગી કરી શકાય.

અન્ય સેક્ટર્સમાં પણ પ્રવેશઃ કંપનીએ તાજેતરમાં વિવિધ પ્રકારના ઘરવખરી ઉત્પાદનો જેમ કે કેસરોલ્સ, બોટલ્સ, સ્ટોરેજ કન્ટેનર, સર્વિંગ સોલ્યુશન્સ, ક્લિનિંગ સોલ્યુશન્સ, બાસ્કેટ્સ અને પેપર ડબ્બાનું ઉત્પાદન કરવાનું સાહસ કર્યું છે. આ વિસ્તરણ એક પેટાકંપની, FWEPL દ્વારા શક્ય બન્યું છે.

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)