Amir Chand Jagdish Kumar (Exports) Limitedનો IPO 24 માર્ચે ખૂલશે, પ્રાઈસ બેન્ડ રૂ. 201 -212
| આઇપીઓ ખૂલશે | 24 માર્ચ |
| આઇપીઓ બંધ થશે | 27 માર્ચ |
| ફેસ વેલ્યૂ | રૂ. 10 |
| પ્રાઇસબેન્ડ | રૂ. 201 – 212 |
| લોટ સાઇઝ | 70 શેર્સ |
| ઇશ્યૂ સાઇઝ | 2,07,54,716 શેર્સ |
| ઇશ્યૂ સાઇઝ | રૂ. 440 કરોડ |
| લિસ્ટિંગઃ | એનએસઇ, બીએસઇ |
અમદાવાદ, 21 માર્ચ: Amir Chand Jagdish Kumar (Exports)Limited તેના ઇક્વિટી શેરના આઈપીઓના સંદર્ભમાં તેની બિડ/ઇશ્યૂ 24 માર્ચના રોજ ખોલશે અને 27 માર્ચ, 2026 ના રોજ બંધ થશે. આ IPO સંપૂર્ણપણે રૂ. 4,400 મિલિયનનો ફ્રેશ ઇશ્યૂ છે.પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના 8,27,96,840 ઇક્વિટી શેર્સ હાલની તારીખે બાકી છે.કંપની ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂમાંથી મળેલી અંદાજિત રૂ. 4,400 મિલિયનની ચોખ્ખી આવકનો ઉપયોગ તેની કાર્યકારી મૂડી જરૂરિયાતો અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવાનો પ્રસ્તાવ મૂકે છે.
આ ઇશ્યુ બુક-બિલ્ડિંગ પ્રોસેસ દ્વારા બહાર પાડવામાં આવી રહ્યો છે, જેમાં કુલ ઇશ્યુમાંથી મહત્તમ 50 ટકાથી વધુ હિસ્સો ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યુશનલ બાયર્સને ફાળવવામાં આવશે અને લઘુતમ 15 ટકા હિસ્સો નોન-ઇન્સ્ટિટ્યુશનલ બિડર્સને ફાળવવામાં આવશે. લઘુતમ 35 ટકા હિસ્સો રિટેલ ઇન્ડિવિડ્યુઅલ ઇન્વેસ્ટર્સને ફાળવવામાં આવશે.
કંપનીની કામગીરી અને ઇતિહાસ એક નજરે:
Amir Chand Jagdish Kumar ભારતની બાસમતી ચોખા અને અન્ય FMCG પ્રોડક્ટ્સનું પ્રોસેસિંગ તથા નિકાસ કરે છે. આવકના આધારે તે પોતાની સમકક્ષ કંપનીઓમાં ત્રીજા સ્થાને છે. કંપની એવી જૂજ ભારતીય બ્રાન્ડેડ રાઇસ કંપનીઓમાંની એક છે જેણે એફએમસીજી સ્ટેપલ્સ ક્ષેત્રમાં પણ પ્રવેશ કર્યો છે. કંપની માને છે કે બાસમતી ચોખાના સંપૂર્ણ વેલ્યુ ચેઇનમાં હાજરી ધરાવતી અને સંપૂર્ણપણે એકીકૃત કામગીરી ધરાવતી તે ભારતની જૂજ કંપનીઓમાંની એક છે. તેની કામગીરીમાં ખરીદી, સંગ્રહ, પ્રોસેસિંગ, માર્કેટિંગ અને વેચાણનો સમાવેશ થાય છે.
કંપનીએ એફએમસીજી પ્રોડક્ટ્સમાં પણ ડાયવર્સિફિકેશન કર્યું છે, જેમાં રસોડાની આવશ્યક વસ્તુઓ જેમ કે લોટ, મેંદો, સોજી, બેસન, મીઠું અને ખાંડનો સમાવેશ થાય છે. કંપની પોતાની ફ્લેગશિપ રજિસ્ટર્ડ અને ટ્રેડમાર્ક કરેલી બ્રાન્ડ “AEROPLANE” હેઠળ પોતાની પ્રોડક્ટ્સનું માર્કેટિંગ કરે છે અને વિવિધ પ્રોડક્ટ્સ માટે 40થી વધુ સબ-બ્રાન્ડ્સ ધરાવે છે, જેમાં “Aeroplane La-Taste”, “Aeroplane Classic”, “Ali Baba”, “World Cup” અને “Jet” સહિતના બ્રાન્ડ્સનો સમાવેશ થાય છે.
રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસની તારીખ સુધીમાં કંપનીએ કુલ 100 ટ્રેડમાર્ક્સ નોંધાવ્યા છે, જેમાંથી 70 ટ્રેડમાર્ક ભારતમાં અને 30 ટ્રેડમાર્ક યુરોપ, એશિયા અને આફ્રિકા સહિતના 26 દેશોમાં નોંધાયેલા છે, તેમજ ભારતમાં 22 કોપીરાઇટ્સ પણ નોંધાયેલા છે. કંપની વિવિધ ભાવ શ્રેણી અને ગ્રાહક વર્ગોને ધ્યાનમાં રાખીને વિવિધ બ્રાન્ડ્સ દ્વારા પ્રોડક્ટ્સની વિશાળ રેન્જ રજૂ કરે છે.

કંપનીની નાણાકીય કામગીરી એક નજરે:
30 સપ્ટેમ્બર, 2025 સુધીના છ મહિના દરમિયાન કંપનીની કામગીરીમાંથી આવક રૂ. 10,212.46 મિલિયન રહી હતી અને ચોખ્ખો નફો રૂ. 486.54 મિલિયન રહ્યો હતો. 31 માર્ચ, 2025ના વર્ષ માટે કંપનીની કામગીરીમાંથી આવક રૂ. 20,016.47 મિલિયન રહી હતી, જ્યારે 31 માર્ચ, 2023ના વર્ષ માટે તે રૂ. 13,158.48 મિલિયન હતી. 31 માર્ચ, 2025ના વર્ષ માટે કંપનીનો ચોખ્ખો નફો રૂ. 608.22 મિલિયન રહ્યો હતો, જ્યારે 31 માર્ચ, 2023ના વર્ષ માટે તે રૂ. 174.96 મિલિયન હતો.
| Period Ended | 30 Sep 2025 | 31 Mar 2025 | 31 Mar 2024 | 31 Mar 2023 |
| Assets | 1,526.42 | 1,549.03 | 1,283.53 | 1,089.06 |
| Total Income | 1,024.30 | 2,004.03 | 1,551.42 | 1,317.86 |
| PAT | 48.65 | 60.82 | 30.41 | 17.50 |
| NET Worth | 440.89 | 379.18 | 311.48 | 280.84 |
| Total Borrowing | 739.74 | 784.06 | 777.62 | 667.53 |
| Amount in ₹ Crore | ||||
એમકે ગ્લોબલ ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ અને કીનોટ ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે. કેફિન ટેક્નોલોજીસ લિમિટેડ ઇશ્યૂના રજિસ્ટ્રાર છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
