અદાણી ફેમિલીએ અંબુજા વોરંટ સબસ્ક્રિપ્શન પૂર્ણ કર્યું, હિસ્સો 70.3 ટકા કરવા રૂ. 20,000 કરોડનું રોકાણ કર્યું
અમદાવાદ, 18 એપ્રિલ: અંબુજા સિમેન્ટ્સ લિમિટેડ (અંબુજા)ને તેની વૃદ્ધિની સફરમાં એક મહત્વપૂર્ણ જાહેરાત કરતાં ખુશી થાય છે. કંપનીના પ્રમોટર્સ અદાણી ફેમિલીએ વધુ રૂ. 8,339 કરોડનું રોકાણ કરીને કંપનીના વોરંટ પ્રોગ્રામને સંપૂર્ણ સબસ્ક્રાઇબ કર્યો છે, જે સાથે કુલ રોકાણ રૂ. 20,000 કરોડ થયું છે. અદાણી ફેમિલીએ કંપનીમાં તેમનો હિસ્સો વધુ 3.6 ટકા વધારીને 70.3 ટકા કર્યો…
