કોટન-ખાંડીમાં રૂ.180ની નરમાઈઃ ક્રૂડ તેલ, નેચરલ ગેસમાં વૃદ્ધિઃ મેન્થા તેલ ઢીલુ

મુંબઈઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં 24 ફેબ્રુઆરી થી 2 માર્ચના સપ્તાહ દરમિયાન 37,11,869 સોદાઓમાં કુલ રૂ.2,77,300.04 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.92,227.25 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.1,84,900.71 કરોડનો હતો. સમીક્ષા હેઠળના સપ્તાહ દરમિયાન, કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 7,61,564 સોદાઓમાં કુલ રૂ.46,076.04 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.55,707ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.56,020 અને નીચામાં રૂ.55,132 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.152 વધી રૂ.55,739ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની માર્ચ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.73 વધી રૂ.44,481 અને ગોલ્ડ-પેટલ માર્ચ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.2 ઘટી રૂ.5,497ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની માર્ચ વાયદો 10 ગ્રામદીઠ રૂ.55,794ના ભાવે ખૂલી, રૂ.285 વધી રૂ.55,915ના સ્તરે પહોંચ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સપ્તાહના પ્રારંભે રૂ.64,389ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.64,450 અને નીચામાં રૂ.62,462 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.1095 ઘટી રૂ.63,256 ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.1683 ઘટી રૂ.64,304 અને ચાંદી-માઈક્રો એપ્રિલ કોન્ટ્રેક્ટ રૂ.1,689 ઘટી રૂ.64,324 બંધ થયો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં સપ્તાહ દરમિયાન, એમસીએક્સ ખાતે 1,25,137 સોદાઓમાં રૂ.17,025.43 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ માર્ચ વાયદો 1 કિલોદીઠ રૂ.0.75 ઘટી રૂ.209.70 અને જસત માર્ચ વાયદો રૂ.0.90 ઘટી રૂ.269ના ભાવ થયા હતા. આ સામે તાંબુ માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.0.55 ઘટી રૂ.763.10 તેમ જ સીસું માર્ચ કોન્ટ્રેક્ટ રૂ.1.70 વધી રૂ.184ના ભાવ થયા હતા.

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર સપ્તાહ દરમિયાન, 5,78,718 સોદાઓમાં કુલ રૂ.29,025.62 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ માર્ચ વાયદો સપ્તાહના પ્રારંભે રૂ.6,286ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.6,484 અને નીચામાં રૂ.6,168 ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે 1 બેરલદીઠ રૂ.180 વધી રૂ.6,437 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ માર્ચ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.27.70 વધી રૂ.227.40 બંધ થયો હતો.

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં સપ્તાહ દરમિયાન, એમસીએક્સ ખાતે 945 સોદાઓમાં રૂ.100.16 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી માર્ચ વાયદો 1 ખાંડીદીઠ રૂ.63,460ના ભાવે ખૂલી, સપ્તાહ દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.63,900 અને નીચામાં રૂ.63,080ના મથાળે અથડાઈ, સપ્તાહનાં અંતે રૂ.180 ઘટી રૂ.63,460ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં માર્ચ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.5.60 ઘટી રૂ.1039 થયો હતો.