નવી દિલ્હીઃ ઓટો એક્સપો 2023માં MGએ હેક્ટર 2023નું નવું મોડલ લોન્ચ કર્યું છે. મીડ સાઈઝ SUV MG Hector 2023 ફેસલિફ્ટ ભારતીય બજાર માટે પહેલેથી જ રજૂ થઈ ચૂકી છે. કંપનીએ તેની કિંમત 14 થી 22 લાખ રૂપિયાની રેન્જમાં રાખી છે. MGની SUVને વર્ષ 2019માં ભારતની પ્રથમ ઈન્ટરનેટ કાર તરીકે ₹12 લાખમાં લોન્ચ કરવામાં આવી હતી. નવી MG હેક્ટરમાં 18-ઇંચના ડ્યુઅલ-ચેનલ એલોય વ્હીલ્સ છે, જે તેની સાઇડ પ્રોફાઇલને આકર્ષક દેખાવ આપે છે. MG Hector SUVના પાછળના ભાગમાં, ટેલ ગેટ પર LED કનેક્ટેડ ટેલ લેમ્પ્સ આપવામાં આવ્યા છે. એમજી હેક્ટરના 2023 મોડલની કિંમત જાહેર કરવામાં આવી છે. નવી સુવિધાઓ અને અપડેટ્સથી સજ્જ MG Hectorનું ફેસલિફ્ટ મોડલ રૂ. 14 થી 22 લાખની કિંમત રાખી છે.