નવી દિલ્હી: હિંદુજા ગ્રૂપની ભારતીય કંપની અને કમર્શિયલ વ્હિકલ ઉત્પાદક અશોક લેલેન્ડે ઓટો એક્ષ્પો 2023માં આજે સાત અદ્યતન મોબિલિટી સોલ્યુશન પ્રસ્તુત કર્યા હતા. અદ્યતન ટેકનોલોજીઓમાં પ્રસ્તુત કરવામાં મોખરે કંપનીએ ઇલેક્ટ્રિક અને હાઇડ્રોજનના વિકલ્પો દ્વારા ચાલતા એના ભવિષ્યલક્ષી વ્હિકલની રેન્જ પ્રસ્તુત કરી હતી. ઓટો એક્ષ્પો 2023માં પ્રસ્તુત ઉત્પાદનોમાં બેટરી ઇલેક્ટ્રિક વ્હિકલ, ફ્યુઅલ સેલ ઇલેક્ટ્રિક વ્હિકલ, હાઇડ્રોજન ઇન્ટર્નલ કમ્બશ્ચન એન્જિન (આઇસીઇ) વ્હિકલ, લિક્વિફાઇડ નેચરલ ગેસ વ્હિકલ, ઇન્ટરસિટી સીએનજી બસ, એક મિની પેસેન્જર બસનો સમાવેશ થાય છે.

અશોક લેલેન્ડના એક્ઝિક્યુટિવ ચેરમેન ધીરજ હિંદુજાએ જણાવ્યું કે, અમારા નવા ક્લીન-એનર્જી ઉત્પાદનોની રેન્જ ટ્રક અને બસ એમ બંને સેગમેન્ટને આવરી લે છે.