BAJAJ AUTOનો શેર વર્ષની ટોચે, એક માસમાં 17 ટકા ઊછળ્યો
અમદાવાદ, 11 સપ્ટેમ્બરઃ બજાજ ઓટોના શેરોએ સતત દિવસે પણ ઉછાળો નોંધાવ્યો હતો. આજે ઇન્ટ્રા-ડે ટ્રેડ દરમિયાન 4 ટકા વધી રૂ. 11,498ની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. ભારે વોલ્યુમના કારણે આ ઉછાળો આવ્યો હતો, કારણ કે લગભગ 10 લાખ ઇક્વિટી શેરોના સોદા થયા હતા. જોકે, બપોરે 2.48 કલાક આસપાસ શેર રૂ. 11425ની સપાટી આસપાસ રમતો હતો. ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક મહિનામાં, આ ટુ-વ્હીલર ઓટોમેકરનો સ્ટોક 17 ટકાથી વધુ વધ્યો છે, જે નોંધપાત્ર રીતે બેન્ચમાર્ક નિફ્ટી 50ના 2 ટકાના સુધારા કરતાં વધુ છે. ચાલુ નાણાકીય વર્ષમાં અત્યાર સુધીમાં, બજાજ ઓટોનું એકંદર વેચાણ વાર્ષિક ધોરણે 10 ટકા વધીને 18 લાખ યુનિટ થયું છે, જેમાં 15 લાખ યુનિટના ટુ-વ્હીલર અને 2.7 લાખ યુનિટના થ્રી-વ્હીલરનો સમાવેશ થાય છે. હાલમાં, લગભગ 42 બ્રોકરેજ હાઉસ બજાજ ઓટોના સ્ટોકને આવરી લે છે, જેમાં 18એ ‘બાય’ રેટિંગની ભલામણ કરી છે, 10એ ‘હોલ્ડ’ અને 14એ ‘સેલ’ કોલ સાથે ભલામણ કરી છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)