નવી દિલ્હી, 5 મેઃ ભારત ફોર્જે માર્ચ 2023ના રોજ પૂરા થયેલા ચોથા ક્વાર્ટરમાં રૂ. 244.52 કરોડની ચોખ્ખી ખોટ નોંધાવી છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં રૂ. 261.9 કરોડ ખોટની સરખામણીએ આ 6.64%નો ઘટાડો છે. આવક Q4 FY23માં રૂ. 1,997.2 કરોડ હતી, જે FY22ના Q4માં રૂ. 1,674 કરોડની સરખામણીએ 19.3% વધી છે. કોન્સોલિડેટેડ EBITDA Q4FY22માં રૂ. 431 કરોડની સામે 13.2% વધી રૂ. 488 કરોડ નોંધાયું હતું. માર્જિન 25.7%થી 131 bps ઘટીને 24.4% રહ્યા હતા. ભારત ફોર્જના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે પણ રૂ. 2ના શેર દીઠ રૂ. 5.50 (275%)ના અંતિમ ડિવિડન્ડની ભલામણ કરી હતી. ક્વાર્ટર દરમિયાન અન્ય આવક ઘટીને રૂ. 39 કરોડ થઈ છે જે ગતવર્ષે રૂ. 66.1 કરોડ હતી. માર્ચ ક્વાર્ટરમાં કંપનીની કુલ આવક વાર્ષિક ધોરણે 17% વધીને રૂ. 2,036.3 કરોડ થઈ છે. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં તે રૂ. 1,740.2 કરોડ હતી.