BSEનું માર્કેટકેપ પ્રથમ વખત $5 ટ્રિલિયનને પાર
અમદાવાદ, 21 મેઃ BSEનું માર્કેટ કેપિટલાઇઝેશન પ્રથમ વખત રેકોર્ડ $5 ટ્રિલિયનની સપાટીને ક્રોસ કરી કરવા સાથે 21 મેના રોજ નવી ઊંચાઈએ પહોંચ્યું છે. બીએસઈ-લિસ્ટેડ તમામ કંપનીઓનું કુલ માર્કેટકેપ $5 ટ્રિલિયન અથવા રૂ. 414.46 લાખ કરોડથી વધુ થઈ ગયું છે, જે વર્ષની શરૂઆતથી $633 બિલિયનથી વધુ વધીને છે. જો કે ફ્લેગશિપ સેન્સેક્સ ઇન્ડેક્સ હજી પણ તેની સર્વકાલીન ઉચ્ચતમ સપાટી કરતાં 1.66 ટકા નીચે છે. ઉલ્લેખનીય છે કે, નવેમ્બર 2023માં BSEનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન $4 ટ્રિલિયનને આંબી ગયું હતું અને હવે માત્ર છ મહિનામાં જ $5 ટ્રિલિયનને પાર કરી ગયું છે. BSE-લિસ્ટેડ કંપનીઓ મે 2007માં $1 ટ્રિલિયનની માર્કેટ કેપ પર પહોંચી ગઈ હતી, જે એક દાયકામાં બમણી થઈને જુલાઈ 2017માં $2 ટ્રિલિયન થઈ હતી અને પછી મે 2021માં $3 ટ્રિલિયનના આંક સુધી પહોંચી હતી. હાલમાં, વિશ્વભરમાં માત્ર ચાર શેરબજારો $5-ટ્રિલિયન-પ્લસ ક્લબમાં છે. જેમાં યુએસએ, ચીન, જાપાન અને હોંગકોંગનો સમાવેશ થાય છે. યુએસ લગભગ $55.65 ટ્રિલિયનની માર્કેટ કેપ સાથે આગળ છે, ત્યારબાદ ચીન ($9.4 ટ્રિલિયન), જાપાન ($6.42 ટ્રિલિયન) અને હોંગકોંગ ($5.47 ટ્રિલિયન)નું માર્કેટકેપ ધરાવે છે. 2024માં અત્યાર સુધીમાં, ભારતનું માર્કેટ કેપિટલાઇઝેશન લગભગ 12 ટકા વધ્યું છે, જ્યારે યુએસ માટે તે 10 ટકા વધ્યું છે, અને હોંગકોંગનું 16 ટકા વધ્યું છે. ચીન અને જાપાનનું માર્કેટ કેપ મોટાભાગે સ્થિર રહ્યું છે, જેમાં ચીન 1.4 ટકા ઘટ્યું છે અને જાપાન માત્ર 3 ટકા વધ્યું છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)