મુંબઇ, 21 મે: 24.25 અબજ ડોલરનું કદ ધરાવતા JSW ગ્રૂપનો હિસ્સો JSW સિમેન્ટ રાજસ્થાનના નાગૌર જિલ્લામાં ગ્રીનફિલ્ડ અને ઇન્ટિગ્રેટેડ સિમેન્ટ ઉત્પાદન સુવિધા સ્થાપવા માટે આશરે રૂ. 3,000 કરોડનું રોકાણ કરવાની યોજના ધરાવે છે. સિમેન્ટ ફેક્ટરીનું નિર્માણ શરૂ કરવા તાજેતરમાં ભૂમિપૂજન સમારોહ યોજાયો હતો. નવી સિમેન્ટ સુવિધામાં JSW સિમેન્ટના રોકાણમાં 3.30 એમટીપીએ સુધીના ક્લિંકરાઇઝેશન યુનિટ અને 2.50 એમટીપીએ સુધીના ગ્રાઇન્ડિંગ તથા 18 મેગાવોટ વેસ્ટ હીટ રિકવરી આધારિત પાવર પ્લાન્ટ સામેલ છે. આ રોકાણમાં અંદાજે 7 કિમી લાંબો ઓવરલેન્ડ બેલ્ટ કન્વેયર પણ સામેલ છએ, જેથી ખાણમાંથી ઉત્પાદન પ્લાન્ટ સુધી લાઇમસ્ટોનનું પરિવહન કરી શકાય તથા ભઠ્ટામાં વૈકલ્પિક બળતણના ઉપયોગની વ્યવસ્થા સામેલ છે. આ પ્રસ્તાવિત રોકાણને ઇક્વિટી અને લાંબાગાળાના દેવાના મિક્સ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવશે.

JSW સિમેન્ટે પહેલેથી જ કેટલાંક નિયમનકારી અને વૈધાનિક મંજૂરીઓ મેળવી છે તથા બીજા જરૂરી ક્લિઅરન્સ મેળવવાની પ્રક્રિયામાં છે. એકવાર કામગીરી શરૂ થયાં બાદ આ યુનિટ ઉત્તર ભારતના આકર્ષક સિમેન્ટ માર્કેટમાં JSW સિમેન્ટના પ્રવેશનું પ્રતીક બનશે. વર્તમાન રોકાણથી 1,000 પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગારની તકોનું સર્જન થવાની અપેક્ષા છે.

JSW સિમેન્ટના મેનેજિંગ ડાયરેક્ટર પાર્થ જિંદાલે કહ્યું હતું કે, અમારા સિમેન્ટ બિઝનેસ દ્વારા રાજસ્થાનમાં અમે સૌથી મહત્વપૂર્ણ રોકાણ પૈકીનું એક કરી રહ્યાં છીએ. નાગૌરમાં ઇન્ટિગ્રેટેડ સિમેન્ટ સુવિધા સ્થાપિત કરવા માટે આ પ્રસ્તાવિત રોકાણ JSW સિમેન્ટને આગામી થોડાં વર્ષમાં સમગ્ર ભારતમાં તેની ઉપસ્થિતિ હાંસલ કરવાની દિશામાં મજબૂતાથી પ્રસ્થાપિત કરે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)