એનએસઈ ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટેડ એસએમઈ કંપનીઓની માર્કેટ કેપ 1 લાખ કરોડ થઈ
અમદાવાદ, 7 ડિસેમ્બરઃ ભારતના અગ્રણી સ્ટોક એક્સચેન્જ, નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ) પહેલીવાર એનએસઈ ઇમર્જ પ્લેટફોર્મ પર એક લાખ કરોડના માર્કેટ કેપિટલાઇઝેશનનું સાક્ષી બન્યું છે. 2012માં તેની શરૂઆત થઈ ત્યારથી, એનએસઈ એસએમઈ પ્લેટફોર્મે આપણા દેશના નાના અને મધ્યમ ઉદ્યોગોના વિકાસ માટે સક્ષમ અને ટકાઉ તક પૂરી પાડવા માટે ઉત્પ્રેરક તરીકે કામ કર્યું છે. આજની તારીખે, રૂ. 7,800 કરોડ કરતાં વધુ ફંડ ઊભું કરીને…
