દેવએક્સે પ્રેસ્ટિજ ગ્રુપની સાથે મળીને બેંગાલુરુનો પોર્ટફોલિયો વિસ્તાર્યો, 1.11 લાખ ચોરસ ફૂટ જગ્યા ઉમેરી

બેંગ્લોર, 4 જૂન: દેવ એક્સીલરેટર લિમિટેડે બેંગાલુરુમાં તેની હાજરી વધુ મજબૂત બનાવી છે. કંપનીએ પ્રેસ્ટિજ ગ્રુપ સાથેની ભાગીદારીમાં બે પ્રીમિયમ Grade A+ ઓફિસ એસેટ્સ હસ્તગત કરી છે, જે શહેરના ઊંચી માંગ ધરાવતા આઉટર રિંગ રોડ (ઓઆરઆર) માઇક્રો-માર્કેટમાં એક નોંધપાત્ર ઉમેરો છે. 1.11 લાખ ચોરસ ફૂટ વિસ્તારમાં થનારા આ વિસ્તરણથી દેવએક્સના પોર્ટફોલિયોમાં 1,200થી વધુ સીટ્સ ઉમેરાશે.

બેલાન્દુર લેકની સામે લેકશૉર ડ્રાઇવ પર આવેલી પહેલી એસેટ 90 એકરના કોર્પોરેટ કેમ્પસમાં પથરાયેલી છે જ્યાં વિશ્વની અગ્રણી કંપનીઓની ઓફિસો આવેલી છે. આ પ્રતિષ્ઠિત કોર્પોરેટ ઇકોસિસ્ટમમાં હાજરી ઊભી કરવાથી કંપની અદ્વિતીય નેટવર્કિંગ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર લાભો પૂરા પાડી શકશે. કંપનીઓની બદલાતી જતી જરૂરિયાતોને સંતોષવા માટે જ ખાસ તૈયાર કરાયેલી આ પ્રીમિયમ એસેટ 1 ઓગસ્ટ, 2026ના રોજ લોન્ચ થાય તેવી શક્યતા છે, જેમાં ફિટ-આઉટ્સ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ માટે લગભગ રૂ. 10 કરોડનું રોકાણ કરાશે.

બીજું ડેવલપમેન્ટ છે પ્રેસ્ટિજ ફીધરલાઇટ ટેક હબ, જે વૉક ટુ વર્ક મોડલ રજૂ કરતી ઇન્ટિગ્રેટેડ Grade A+ એસેટ છે. આ એસેટ એવા ઑક્યુપાયર્સ માટે છે, જેઓ આવનજાવન માટે ઓછો સમય લાગે, કર્મચારીઓને વધુ સારો અનુભવ મળે તથા કામગીરીની કાર્યક્ષમતા વધે તેને પ્રાથમિકતા આપે છે. આ અંગે દેવ એક્સીલરેટર લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ઉમેશ ઉત્તમચંદાનીએ જણાવ્યું હતું કે અમને એઆઈ-નેટિવ જીસીસી તરફથી મજબૂત માંગ જોવા મળી રહી છે, ખાસ કરીને મેન્યુફેક્ચરિંગ અને રિટેલ સેક્ટર્સમાં કામ કરી રહેલી કંપનીઓ તરફથી.

પ્રેસ્ટિજ ગ્રુપના સીઈઓ અને એક્ઝિક્યુટિવ ડિરેક્ટર જગ્ગી મારવાહે ઉમેર્યું હતું કે ગ્રુપમાં અમે એવી ટકાઉ Grade A+ ઇકોસિસ્ટમ ઊભી કરવા માટે સતત પ્રયત્નશીલ રહીએ છીએ, જે વૈશ્વિક કંપનીઓની બદલાતી જરૂરિયાતોને અનુરૂપ હોય.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)