ડીજે મીડિયાપ્રિન્ટ એન્ડ લોજિસ્ટિક્સે 2:1 બોનસ મંજૂર કર્યું
મુંબઈ, 20 જૂનઃ ભારત અને વિદેશમાં ઇન્ટિગ્રેટેડ પ્રિન્ટિંગ, લોજિસ્ટિક્સ અને કુરિયર સોલ્યુશન્સ પ્રોવાઇડર ડીજે મીડિયાપ્રિન્ટ એન્ડ લોજિસ્ટિક્સ લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે એ 2:1 બોનસ ઇશ્યૂને મંજૂરી આપી છે. કંપનીના બોર્ડે શેરધારકોની મંજૂરીને આધીન અધિકૃત શેર મૂડી રૂ. 15 કરોડથી વધારીને રૂ. 50 કરોડ કરવાની મંજૂરી પણ આપી હતી.
18 જૂન 2024ના રોજ મળેલી બેઠકમાં બોર્ડ ઓફ ડિરેક્ટર્સે કંપનીના ઈક્વિટી શેરધારકોને 2:1ના રેશિયોમાં ફ્રી રિઝર્વ અને શેર પ્રીમિયમના કેપિટલાઇઝેશન દ્વારા બોનસ શેરના ઇશ્યૂને મંજૂરી આપી હતી (રેકોર્ડ તારીખે લાયક શેરધારકો પાસે રહેલા પ્રત્યેક રૂ. 10ના દરેક 1 હાલના ફુલ્લી પેઇડ-અપ ઇક્વિટી શેર માટે પ્રત્યેક રૂ. 10ના 2 નવા સંપૂર્ણ પેઈડ-અપ ઇક્વિટી શેર (જે બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવશે) જે કંપનીના શેરધારકોની મંજૂરીને આધીન રહેશે.
બોનસ શેરના ઇશ્યૂ પછી કંપનીની શેર મૂડી રૂ. 10,82,78,400 (પ્રત્યેક રૂ. 10ના 1,08,27,840 ઇક્વિટી શેર) થી વધીને રૂ. 32,48,35,200 (પ્રત્યેક રૂ. 10ના 3,24,83,520 ઇક્વિટી શેર) થશે. બોર્ડની મંજૂરીની તારીખથી 2 મહિનાની અંદર એટલે કે ઓગસ્ટ 18, 2024 સુધીમાં બોનસ શેર શેરધારકોના ખાતામાં જમા કરવામાં આવશે.
ડીજે મીડિયાપ્રિન્ટ એન્ડ લોજિસ્ટિક્સ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર દિનેશ કોટિયને જણાવ્યું હતું કે, અમે તાજેતરમાં જ નવી મુંબઈ પોલીસ વિભાગ તરફથી પ્રિન્ટિંગ, ડિસ્પેચ અને બલ્ક સ્કેનિંગ સેવાઓ માટે રૂ. 6 કરોડનો ઓર્ડર મેળવ્યો છે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સે કંપનીની અધિકૃત શેર મૂડીને વર્તમાન રૂ. 10 દરેકના 1.5 કરોડ ઇક્વિટી શેરના રૂ. 15 કરોડથી વધારીને પ્રત્યેક રૂ. 10ના 5 કરોડ ઇક્વિટી શેર સાથે રૂ. 50 કરોડમાં વિભાજીત કરવાની મંજૂરી આપી હતી. વધુમાં બોર્ડે 31મી માર્ચ, 2024ના રોજ પૂરા થયેલા નાણાંકીય વર્ષ માટે પ્રત્યેક રૂ. 10ના ઇક્વિટી શેર દીઠ રૂ. 0.20 (2 ટકા)ના અંતિમ ડિવિડન્ડની પણ વિચારણા અને ભલામણ કરી હતી. કંપનીની એજીએમ 13 જુલાઈ 2024ના રોજ સુનિશ્ચિત થયેલ છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)