મુંબઇ: હાજર મંડીઓમાં આવકોના અભાવે અમુક કોમોડિટીમાં તેજી જોવા મળી હતી.  કૄષિ કોમોડિટીમાં બેતરફી પ્રવાહ જોવા મળ્યો હતો. જોકે  NCDEX ખાતે ગુવારેક્ષ ઇન્ડેક્ષ સુધારા સાથે બંધ રહ્યો હતો. ગુવારેક્ષ  સવારે ૮૫૫૯.૨૦ ખુલી સાંજે ૮૭૧૯.૯૦ અંક બંધ રહ્યો હતો. ગુવારેક્ષનાં વાયદા કારોબારમાં ભાવ ૮૫૮૦ રૂપિયા ખુલી ઉંચામાં ૮૫૮૦ તથા નીચામાં ૮૫૮૦ રૂપિયા થઇ સાંજે ૮૫૮૦ રૂપિયા બંધ રહ્યા હતા. NCDEX ખાતે ગુવાર કોમ્પ્લેક્ષના વાયદા વધ્યા મથાળે બંધ રહ્યા હતા.  NCDEX ખાતે ગુવાર ગમ તથા જીરાનાં અમુક વાયદામાં ચાર થી છ ટકાની ઉપલી સર્કિટો લાગી હતી. ગુવાર ગમનાં વાયદા કારોબાર ૪૦૫ કરોડ રૂપિયાનાં વેપાર સાથે જ્યારે ગુવાર સીડનાં વાયદા કારોબાર ૩૭૯ કરોડ રૂપિયાનાં વેપાર સાથે ટોચ પર રહ્યા હતા.

NCDEX ખાતે   દિવેલ, એરંડા, ગુવાર ગમ, ગુવાર સીડ, જીરૂ તથા સ્ટીલનાં ભાવ વધ્યા મથાળે બંધ રહ્યા હતા. જ્યારે કપાસિયા ખોળ, ધાણા, કપાસ તથા હળદરનાં ભાવ ઘટ્યા મથાળે બંધ રહ્યા હતા.   એરંડાના ભાવ ૭૧૯૨ રૂપિયા ખુલી ૭૩૧૪ રૂપિયા, દિવેલનાં ભાવ ૧૪૪૨ રૂપિયા ખુલી ૧૪૪૨ રૂપિયા, કપાસિયા ખોળનાં ભાવ ૩૦૫૧ રૂપિયા ખુલી ૩૦૩૧ રૂપિયા, ધાણા ૭૬૫૦ રૂપિયા ખુલી ૭૫૫૨ રૂપિયા ગુવાર સીડનાં ભાવ ૬૨૯૦ રૂપિયા ખુલી ૬૩૫૮ રૂપિયા બંધ રહ્યા હતા. આજ પ્રમાણે ગુવાર ગમ ૧૩૫૦૫ રૂપિયા ખુલી ૧૩૯૨૨ રૂપિયા, જીરાનાં ભાવ ૩૪૪૬૦ રૂપિયા ખુલી ૩૫૩૭૫ રૂપિયા, કપાસનાં ભાવ ૧૬૩૬.૦૦ રૂપિયા ખુલી ૧૬૦૩.૦ રૂપિયા, સ્ટીલના ભાવ ૪૯૧૮૦ ખુલી ૪૯૬૦૦ રૂપિયા અને હળદરનાં ભાવ  ૭૮૫૦  રૂપિયા ખુલી ૭૭૩૮ રૂપિયા બંધ રહ્યા હતા.