એક્ઝિક્યુટિવ સેન્ટર ઈન્ડિયા લિમિટેડે DRHP ફાઇલ કર્યું
અમદાવાદ, 25 જુલાઈ: એક્ઝિક્યુટિવ સેન્ટર ઈન્ડિયા લિમિટેડે બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP) ફાઇલ કર્યું છે. IPOમાં રૂ. 2,600 કરોડના મૂલ્યના પ્રત્યેક રૂ. 2ની ફેસ વેલ્યુ ધરાવતા ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂનો સમાવેશ થાય છે. કંપની ઇશ્યૂમાંથી મળેલી કુલ આવકનો હાલ કંપનીના કોર્પોરેટ પ્રમોટર્સ પૈકીના એક ટીઈસી સિંગાપોર દ્વારા હાલ માલિકીની બે સ્ટેપ-ડાઉન સબસિડિયરી ટીઈપી એસજીપી અને ટીઈસી દુબઇના હસ્તાંતરણ માટે આંશિક ચૂકવણીને ભંડોળ પૂરું પાડવા માટે પ્રત્યક્ષરૂપે પેટાકંપની ટીઈસી અબુ ધાબીમાં રોકાણ માટે ઉપયોગ કરવાની યોજના ધરાવે છે. આ સોદો ઇન્ટરનલ રિસ્ટ્રક્ચરિંગ અગ્રીમેન્ટની શરતો મુજબ હાથ ધરવામાં આવ્યો છે. બાકીની રકમ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ફાળવવામાં આવશે.
એક્ઝિક્યુટિવ સેન્ટર ઈન્ડિયા લિમિટેડ એ ભારતમાં હાલ કામ કરતા ફ્લેક્સિબલ વર્કસ્પેસ ઓપરેટર્સમાં પ્રીમિયમ ફ્લેક્સિબલ વર્કસ્પેસ સોલ્યુશન્સની ઓફરિંગમાં અગ્રેસર અર્લી ઇન્ટરનેશનલ બ્રાન્ડ્સ પૈકીની એક છે. કંપની 2008થી ભારતમાં કામ કરે છે અને ટીઈસી ગ્રુપનો હિસ્સો છે જે સ્પેસ-એઝ-અ-સર્વિસ પૂરી પાડવામાં ત્રણ દાયકાથી વધુનો અનુભવ ધરાવે છે. કંપની ભારત સ્થિત ઓપરેટર છે જે સમગ્ર એશિયામાં કામગીરી ધરાવે છે અને ભારત, સિંગાપોર, યુનાઇટેડ આરબ અમીરાતમાં અબુધાબી અને દુબઇ સહિત મધ્ય પૂર્વ, એશિયાના બાકીના દેશો જેમ કે ઇન્ડોનેશિયામાં જાકાર્તા, વિયેતનામમાં હોઇ ચી મિન્હ, ફિલિપાઇન્સમાં મનિલા અને શ્રીલંકામાં કોલંબોમાં ફેલાયેલી છે.
કંપની મુખ્યત્વે બેર શેલ પ્રોપર્ટીઝ લીઝ કરે છે, ડિઝાઇન કરે છે, નિર્માણ કરે છે અને તેને આ બજારોમાં માલિકો પાસેથી ગ્રેડ એ ઓફિસ બિલ્ડિંગ્સમાં જ ફુલ્લી મેનેજ્ડ, ટેક-એનેબલ્ડ, મોર્ડન અને દેખાવમાં સુંદર ઓફિસ સ્પેસીસમાં ફેરવે છે.31 માર્ચ, 2025 સુધીમાં અમારા 89 ઓપરેશનલ સેન્ટર્સ પૈકીના 80 તમામ માર્કેટ્સમાં પ્રાઇવેટ ઓફિસીસ ધરાવતા હતા અને છ ઓપરેશનલ મેનેજ્ડ સોલ્યુશન્સ ભારત તથા મધ્યપૂર્વમાં આવેલા હતા. 31 માર્ચ, 2025 સુધીમાં કુલ પોર્ટફોલિયોમાં સાત દેશોમાં 14 શહેરોમાં 89 ઓપરેશનલ સેન્ટર્સ હતા.
નાણાંકીય વર્ષ 2025 અને નાણાંકીય વર્ષ 2024માં નેટ ઇન્કમ રીટેન્શન રેટ અનુક્રમે 120.33 ટકા અને 123.92 ટકા હતો,જે કંપનીની ગ્રાહક આધાર જાળવી રાખવા અને વિસ્તૃત કરવાની ક્ષમતાને દર્શાવે છે. નાણાંકીય વર્ષ 2025માંતેમણે 1,200થી વધુ એમએનસી ક્લાયન્ટ્સને સેવાઓ આપી હતીજેમાં પ્રતિ એમએનસી ક્લાયન્ટ સરેરાશ 24 વર્કસ્ટેશન હતા અને સરેરાશ એમએનસી ક્લાયન્ટનો સમયગાળો 50.46 મહિનાનો હતો.
કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ લિમિટેડ અને નોમુરા ફાઇનાન્શિયલ એડવાઇઝરી એન્ડ સિક્યોરિટીઝ (ઈન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
