અમદાવાદ, 5 ઓગસ્ટઃ બેન્ક ઓફ જાપાનના વ્યાજદરના પગલાં ઉપરાંત જિયો- પોલિટિકલ ઇશ્યૂ વચ્ચે ઇરાન-ઇઝરાયેલ વોર વકરવાની દહેશત સેવાઇ રહી છે. તેના પગલે વૈશ્વિક શેરબજારોમાં બ્લડબાથની સ્થિતિ જોવા મળી છે. તેના પગલે ભારતીય શેરબજારોમાં પણ સાર્વત્રિક વેચવાલીનું વાવાઝોડું ફુંકાયું છે. તેના કારણે સેન્સેક્સ અને નિફ્ટી 2.5 ટકાથી વધુ ઘટ્યા હતા અને નિફ્ટી ફરી એકવાર 24500 પોઇન્ટની રોક બોટમ તોડી નીટામાં 24,050ની સપાટી પર બંધ રહ્યો હતો. બંધ સમયે, સેન્સેક્સ 2,222.55 પોઈન્ટ અથવા 2.74 ટકા ઘટીને 78,759.40 પર અને નિફ્ટી 662.10 પોઈન્ટ અથવા 2.68 ટકા ઘટીને 24,055.60 પર હતો. લગભગ 471 શેર વધ્યા, 3082 શેર ઘટ્યા અને 88 શેર યથાવત રહ્યા હતા.

નિફ્ટીમાં ટોપ લૂઝર્સનિફ્ટીમાં ટોપ ગેઇનર્સ
ટાટા મોટર્સ, અદાણી પોર્ટ્સ,
ઓએનજીસી, હિન્દાલ્કો,
ટાટા સ્ટીલ
HUL, નેસ્લે,
ટાટા કન્ઝ્યુમર,
HDFC લાઈફ

ઓટો, મેટલ, કેપિટલ ગુડ્સ, ઓઇલ એન્ડ ગેસ, પાવર, મીડિયા, રિયલ્ટી દરેક 4 ટકાના ઘટાડા સાથે તમામ ક્ષેત્રીય સૂચકાંકો લાલ રંગમાં સમાપ્ત થયા હતા. BSE મિડકેપ ઇન્ડેક્સ 3.6 ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ 4.2 ટકા ઘટ્યો હતો.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)