મુંબઇ, 6 મેઃ ગિફ્ટ નિફ્ટીએ એપ્રિલ 2025માં 100.93 અબજ યુએસ ડોલરના સર્વોચ્ચ માસિક ટર્નઓવર હાંસલ કરીને વધુ એક નોંધપાત્ર સીમાચિહ્ન હાંસલ કર્યું છે. આ નોંધપાત્ર સિદ્ધિએ સપ્ટેમ્બર 2024માં 100.7 અબજ યુએસ ડોલરના અગાઉના રેકોર્ડને પાર કર્યો છે.

આ સીમાચિહ્ન ભારતની વિકાસગાથા માટે બેંચમાર્ક તરીકે ગિફ્ટ નિફ્ટીમાં વધતી વૈશ્વિક રૂચિ અને વિશ્વાસને દર્સાવે છે. અમે ગિફ્ટ નિફ્ટીની સફળતાથી ઉત્સાહિત છીએ અન ગિફ્ટ નિફ્ટીને સફળ કોન્ટ્રાક્ટ બનાવવામાં જબરદસ્ત સપોર્ટ બદલ તમામ સહભાગીઓનો આભાર વ્યક્ત કરીએ છીએ.

03 જુલાઈ, 2023ના રોજ ગિફ્ટ નિફ્ટીની પૂર્ણ-સ્કેલ કામગીરી શરૂ થયા પછી એનએસઇ IX ઉપર ટ્રેડિંગ ટર્નઓવર ઝડપથી વધી રહ્યું છે. પૂર્ણ-સ્કેલ કામગીરીના પ્રથમ દિવસથી ગિફ્ટ નિફ્ટીએ એપ્રિલ 2025 સુધીમાં 41.18 મિલિયનથી વધુ કોન્ટ્રાક્ટનું કુલ સંચિત વોલ્યુમ જોયું છે, જેમાં કુલ સંચિત ટર્નઓવર 1.83 ટ્રિલિયન યુએસ ડોલર છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)