HDFC મ્યુચ્યુઅલ ફંડે નિફ્ટી200 મોમેન્ટમ 30 ઇન્ડેક્સ ફંડ લોન્ચ કર્યુ
મુંબઈ, 13ફેબ્રુઆરી: એચડીએફસી મ્યુચ્યુઅલ ફંડ (એચડીએફસી એમએફ)ના ઇન્વેસ્ટમેન્ટ મેનેજર એચડીએફસી એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડે એચડીએફસી નિફ્ટી200 મોમેન્ટમ 30 ઇન્ડેક્સ ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. એનએફઓ 9 ફેબ્રુઆરીએ ખૂલશે અને 23 ફેબ્રુઆરી 2024ના રોજ બંધ થશે. આ એક ઓપન-એન્ડેડ સ્કીમ છે જેનો લક્ષ્યાંક નિફ્ટી200 મોમેન્ટમ 30 ઇન્ડેક્સને અનુસરવાનો છે. નિફ્ટી200 મોમેન્ટમ 30 ઇન્ડેક્સ નિફ્ટી 200માંથી ટોચના 30 સ્ટોક્સને તેમના નોર્મલાઇજ્ડ મોમેન્ટમ સ્કોરના આધારે પસંદ કરે છે. ઇન્ડેક્સ સિંગલ પ્રોડક્ટ થકી લાર્જ કેપ અને મીડ કેપ બંને સ્ટોક્સમાં સંભવિત એક્સપોઝર ઓફર કરે છે કારણ કે તેનો પેરેન્ટ ઇન્ડેક્સ નિફ્ટી 200 ઇન્ડેક્સ છે. ફંડ બદલાતી બજાર સ્થિતિઓને ડાયનેમિકલી અપનાવે છે જેથી ઊભરતા ટ્રેન્ડ્સને પ્રતિભાવ સુનિશ્ચિત થાય છે.
એચડીએફસી એસેટ મેનેજમેન્ટ કંપનીના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર નવનીત મુનોતે જણાવ્યું હતું કે અમે આ ક્ષેત્રે અમારી 20થી વધુ વર્ષોની નિપુણતાનો લાભ લઈને ઇન્ડેક્સ સોલ્યુશન્સમાં ઉત્કૃષ્ટતા આપવા માટે પ્રતિબદ્ધ છીએ. અમે એચડીએફસી નિફ્ટી200 મોમેન્ટમ 30 ઇન્ડેક્સ ફંડ રજૂ કરી રહ્યા છીઁએ.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)