HDFC નિફ્ટી500 મલ્ટીકેપ 50:25:25 ઇન્ડેક્સ ફંડ લોન્ચ
મુંબઈ, 5 ઓગસ્ટઃ HDFC મ્યુચ્યુઅલ ફંડની ઇન્વેસ્ટમેન્ટ મેનેજર એચડીએફસી એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડે એચડીએફસી નિફ્ટી500 મલ્ટીકેપ 50:25:25 ઇન્ડેક્સ ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ એક પેસિવલી મેનેજ્ડ ફંડ છે જેનો ઉદ્દેશ્ય નિફ્ટી500 મલ્ટીકેપ 50:25:25 ટોટલ રિટર્ન ઇન્ડેક્સને ટ્રેક કરવાનો છે. ન્યૂ ફંડ ઑફરિંગ (એનએફઓ) 6 ઓગસ્ટના રોજ ખૂલે છે અને 20 ઓગસ્ટ, 2024ના રોજ બંધ થાય છે.
એચડીએફસી નિફ્ટી500 મલ્ટીકેપ 50:25:25 ઈન્ડેક્સ ફંડ રોકાણકારોને એક જ સ્કીમ દ્વારા માર્કેટ કેપમાં ડાયવર્સિફિકેશન પૂરું પાડે છે. નિફ્ટી500 મલ્ટીકેપ 50:25:25 ઇન્ડેક્સમાં નિફ્ટી 500 ઇન્ડેક્સના તમામ 500 શેરોનો સમાવેશ થાય છે, જેમાં લાર્જકેપ્સ, મિડકેપ અને સ્મોલકેપ્સનું વેઇટેજ અનુક્રમે 50 ટકા, 25 ટકા અને 25 ટકા છે. વધુમાં, દરેક સેગમેન્ટનું વેઇટ દરેક ત્રિમાસિક ગાળામાં રીસેટ કરવામાં આવે છે. ત્રિમાસિક ધોરણે વેઇટ રિસેટ કરવાથી રોકાણકારો લાર્જકેપ, મિડકેપ અને સ્મોલકેપમાં 50 ટકા, 25 ટકા અને 25 ટકા ફાળવણીને લાંબા ગાળા માટે અનુકૂળ અને કર-કાર્યક્ષમ રીતે જાળવી શકે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)