હાઇ-ટેક એન્જિનિયર્સનો IPO 24 ઓગસ્ટે ખૂલશે, પ્રાઇસબેન્ડ રૂ.50- 53

IPO ખૂલશે24 ઓગસ્ટ
IPO બંધ થશે27 ઓગસ્ટ
એન્કર ઇન્વેસ્ટર્સ બીડ21 ઓગસ્ટ
ફેસ વેલ્યૂરૂ.5
પ્રાઇસબેન્ડરૂ.50-53
લોટ સાઇઝ283 શેર્સ
લિસ્ટિંગબીએસઇ, એનએસઇ

અમદાવાદ, 22 ઓગસ્ટઃ  હાઇ-ટેક એન્જિનિયર્સનો આઈપીઓ સોમવાર, 24 ઓગસ્ટ, 2026ના રોજ ખુલશે. બિડ/ઓફર બંધ થવાની તારીખ ગુરુવાર, 27 ઓગસ્ટ, 2026 છે. એન્કર ઇન્વેસ્ટર માટે બિડીંગની તારીખ શુક્રવાર, 21 ઓગસ્ટ, 2026 છે. ઓફરનો પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેર દીઠ રૂ. 50થી રૂ. 53 નક્કી કરવામાં આવ્યો છે. બિડ ઓછામાં ઓછા 283 ઇક્વિટી શેર માટે અને ત્યાર બાદ 283 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાશે.

ઓફરમાં કુલ રૂ. 600 મિલિયન (રૂ. 60 કરોડ) સુધીનો ફ્રેશ ઇશ્યૂ અને હાલના શેરધારકો દ્વારા 1,42,89,450 ઇક્વિટી શેર સુધીની ઓફર ફોર સેલ સામેલ છે. આમાં હેમંત તુકારામ મોંડકર દ્વારા 89,80,961 ઇક્વિટી શેર સુધી અને શ્રીમતી સુરેખા હેમંત મોંડકર દ્વારા 53,08,489 ઇક્વિટી શેર સુધીના શેરનો સમાવેશ થાય છે.

કંપનીની કામગીરી અને ઇતિહાસ એક નજરે

હાઇ-ટેક એન્જિનિયર્સ લિમિટેડ વિવિધ ઔદ્યોગિક ઉપયોગો માટે હાઇડ્રોલિક ફિટિંગ્સની ડિઝાઇન, ઉત્પાદન અને સપ્લાયના વ્યવસાય સાથે સંકળાયેલી છે. કંપની સ્થાનિક તેમજ આંતરરાષ્ટ્રીય બજારોમાં બિઝનેસ-ટુ-બિઝનેસ (બીટુબી) મોડલ હેઠળ કામ કરે છે અને ઓરિજિનલ ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરર્સ (ઓઈએમ) તેમજ અન્ય ઔદ્યોગિક ગ્રાહકોને સેવા આપે છે. ચાર દાયકાથી વધુનો કાર્યકારી અનુભવ ધરાવતી હાય-ટેક હાલમાં ભારતમાં છ મેન્યુફેક્ચરિંગ સુવિધાઓ ચલાવે  છે. આ એકમો થાણે, શિરવાલ (સતારા), કાવથે (સાતારા), નાશિક અને મધ્ય પ્રદેશના પીથમપુરમાં આવેલા બે એકમોનો સમાવેશ થાય છે.

કંપનીના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં સ્ટાન્ડર્ડ હાઇડ્રોલિક ફિટિંગ્સ, જેમાં ડીઆઈએન-મેટ્રિક ફિટિંગ્સ, જેઆઈસી ફ્લેર્ડ અને ફ્લેરલેસ ફિટિંગ્સ, O-Ring Face Seal (ORFS) ફિટિંગ્સ અને કન્વર્ઝન ફિટિંગ્સનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ગ્રાહકોની જરૂરિયાત અને સ્પેસિફિકેશન મુજબ તૈયાર કરવામાં આવતા ફિટિંગ્સ પણ કંપનીના પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં સામેલ છે. 31 માર્ચ, 2026 સુધીમાં હાય-ટેકના પોર્ટફોલિયોમાં હાઇડ્રોલિક ફિટિંગ્સના 11,000થી વધુ સ્ટોક કીપિંગ યુનિટ્સ (એસકેયુ) હતા. હાય-ટેક આંતરરાષ્ટ્રીય સ્તરે હાજરી પણ ધરાવે છે અને કંપની અમેરિકા, બેલ્જિયમ, પોલેન્ડ, રશિયા, બ્રાઝિલ, ઇટાલી, સાઉદી અરેબિયા, હંગેરી, યુએઈ, થાઇલેન્ડ અને જર્મની જેવા બજારોમાં પોતાની પ્રોડક્ટ્સ પૂરી પાડે છે.

કંપનીની નાણાકીય કામગીરી એક નજરે

31 માર્ચ, 2026ના રોજ પૂરા થયેલા સમયગાળા માટે કંપનીએ રૂ. 189.40 કરોડની ઓપરેટિંગ આવક નોંધાવી હતી, જે નાણાંકીય વર્ષ દરમિયાન કંપનીના વ્યવસાયમાં સતત ગતિ દર્શાવે છે. કંપનીએ રૂ. 41.68 કરોડની એબિટા અને રૂ. 22.59 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો. આ કંપનીના નાણાંકીય પ્રદર્શન તેમજ કાર્યકારી કાર્યક્ષમતા અને ટકાઉ વૃદ્ધિ પરના તેના ધ્યાનને દર્શાવે છે.

લિસ્ટિંગઃ ઇક્વિટી શેરોને BSE અને NSE પર લિસ્ટ કરવાની દરખાસ્ત છે. આ ઓફરના હેતુ માટે એનએસઈને નિયુક્ત સ્ટોક એક્સચેન્જ તરીકે પસંદ કરવામાં આવ્યું છે.

લીડ મેનેજર્સઃ ન્યૂ બેરી કેપિટલ્સ લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર (“BRLM”) છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો. વધુમાં અત્રે પ્રગટ થયેલા કોઇપણ સમાચાર કે વિગતો સાથે businessgujarat.in અંશતઃ કે સંપુર્સણપણે સહમત નથી.)