અદાણી એન્ટરપ્રાઇઝીસનો સિક્યોર્ડ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સનો ઇશ્યૂ 4 સપ્ટેમ્બરે
ઇશ્યૂ 4 સપ્ટેમ્બરે ખૂલશે 17 સપ્ટેમ્બરે બંધ થશે | કેર રેટિંગ્સ દ્વારા CARE A+; Positive (Single A Plus; Outlook: Positive) રેટિંગ ધરાવે છે |
ઉપજ વર્ષે 9.90% સુધી | ત્રિમાસિક, વાર્ષિક અને ક્યુમ્યુલેટિવ વિકલ્પો |
ગણું સિક્યોરિટી કવર | BSE અને NSE પર લિસ્ટિંગ |
ટ્રેડિંગ ડિમટિરિયલાઇઝ્ડ પ્રકારે થઈ શકશે | ફાળવણી વહેલા તે પહેલાના ધોરણે |
અમદાવાદ, 29 ઓગસ્ટઃ અદાણી ગ્રુપની ફ્લેગશિપ કંપની અને 1993થી ટકાઉ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બિઝનેસીસ ઊભા કરવાના લાંબા ટ્રેક રેકોર્ડ સાથે માર્કેટ કેપિટલાઇઝેશનની બાબતે ભારતના સૌથી મોટા બિઝનેસ ઇન્ક્યુબેટર્સ પૈકીની એક અદાણી એન્ટરપ્રાઇઝીસ લિમિટેડે તેના સૌપ્રથમ સિક્યોર્ડ, રેટેડ, લિસ્ટેડ રીડીમેબલ, નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સના પબ્લિક ઇશ્યૂ લોન્ચ કરવાની જાહેરાત કરી છે.
એનસીડીને કેર રેટિંગ્સ લિમિટેડ દ્વારા “CARE A+; Positive (Single A Plus; Outlook: Positive)” રેટિંગ આપવામાં આવ્યું છે. આ રેટિંગ્સ ધરાવતી સિક્યોરિટીઝને નાણાંકીય જવાબદારીઓ સમયસર પૂરા કરવાની બાબતે યોગ્ય સુરક્ષા ધરાવતી હોવાનું માનવામાં આવે છે. આવી સિક્યોરિટીઝ ઓછું ક્રેડિટ રિસ્ક ધરાવે છે.
એઈએલની ઓફરિંગમાં 80,00,000 નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સનો સમાવેશ થશે જે દરેકની ફેસ વેલ્યુ રૂ. 1,000 હશે. બેઝ ઇશ્યૂ સાઇઝ રૂ. 400 કરોડ છે જેમાં વધારાના રૂ. 400 કરોડ સુધીના ઓવર-સબ્સ્ક્રીપ્શન જાળવવાના વિકલ્પ (“Green Shoe Option”) સાથે તેનું કુલ મૂલ્ય રૂ. 800 કરોડ સુધીનું હશે. ઇશ્યૂ 4 સપ્ટેમ્બરે ખૂલશે અને તા. 17 સપ્ટેમ્બરે બંધ થશે. એનસીડી માટે દરેક એપ્લિકેશનની લઘુતમ એપ્લિકેશન સાઇઝ સંયુક્તપણે તમામ સિરીઝમાં રૂ. 10,000 અને ત્યારબાદ રૂ. 1,000ના ગુણાંકમાં રહેશે.
ઇશ્યૂના મુખ્ય હેતુઓ એક નજરે
ઇશ્યૂમાંથી મળનારી રકમનો મુખ્યત્વે કંપની દ્વારા મેળવાયેલા હાલના દેવાની સંપૂર્ણ અથવા આંશિકપણે પૂર્વચૂકવણી અથવા પુનઃચૂકવણી (કમસે કમ 75 ટકા) અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે (25 ટકા સુધી) કરવામાં આવશે જે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (નોન-કન્વર્ટિબલ સિક્યોરિટીઝ ઇશ્યૂ કરવા અને લિસ્ટિંગ કરવા)ના નિયમન, 2021 તથા સમયાંતરે કરાયેલા સુધારાના અનુપાલનમાં કરવામાં આવશે.
લીડ મેનેજર્સઃ | લિસ્ટિંગ |
ટ્રસ્ટ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર્સ, એ કે કેપિટલ અને નુવામા વેલ્થ છે | ડિબેન્ચર્સને એનએસઇ અને બીએસઈ ખાતે લિસ્ટેડ કરાવવામાં આવશે |
આ એનસીડી 24 મહિના, 36 મહિના અને 60 મહિનાની મુદતમાં ઉપલબ્ધ છે જેમાં આઠેય સિરીઝમાં ત્રિમાસિક, ક્યુમ્યુલેટિવ અને વાર્ષિક વ્યાજ ચૂકવણીના વિકલ્પો છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)