ઈન્ડિયન આઈસક્રીમ એક્સપોએ ગાંધીનગરમાં 22 દેશોની યજમાની કરી; એક્સ્પોમાં 300થી વધુ સ્ટોલ હશે અને દેશભરમાંથી 30,000થી વધુ મુલાકાતીઓ આકર્ષે તેવી અપેક્ષા છે.આ સેક્ટરે 12-15 ટકાનો અભૂતપૂર્વ વાર્ષિક વૃદ્ધિ દર નોંધાવ્યો છે અને 14 વર્ષ પહેલા રૂ. 2,500 કરોડના ટર્નઓવરથી હવે 2024માં રૂ. 30,000 કરોડથી વધુનું ટર્નઓવર નોંધાયું છે.

ગુજરાત, સપ્ટેમ્બર 05, 2024: ઇન્ડિયન આઈસ-ક્રીમ એક્સ્પો (IICE)ની 12મી આવૃત્તિનો ગાંધીનગરના હેલિપેડ એક્ઝિબીશન સેન્ટર ખાતે છે. 3થી 5મી સપ્ટેમ્બર, 2024 સુધી યોજાનાર આ પ્રીમિયર ઇવેંટ આઈસ-ક્રીમ ઉદ્યોગની વિકસિત સ્થિતિને ઉજાગર કરશે.

ભારતીય આઈસ-ક્રીમ ઉત્પાદક સંઘ (IICMA) દ્વારા આયોજિત અને AIM ઇવેંટ્સ દ્વારા સંચાલિત, IICE 2024 આઈસ-ક્રીમ ક્ષેત્રના નવા ઈનોવેશન, ટ્રેન્ડ્સ અને પ્રગતિને પ્રદર્શિત કરશે. આ એક્સ્પો  ઉદ્યોગ સાથે જોડાયેલા લોકો ઉદ્યોગના વિવિધ ક્ષેત્રોની વ્યાપક સમીક્ષા કરવાની અપેક્ષા સાથે મૂલ્યવાન જાણકારી અને નેટવર્કિંગ તેમજ સહયોગ માટેની તક પણ આપે છે.

આ વર્ષના આઈસ-ક્રીમ એક્સ્પોનો ઉદ્દેશ્ય ઉત્પાદન અને વિતરણની સીમાઓને વિસ્તારવાનો છે, જે ઉદ્યોગના લીડર્સ, ઉત્પાદકો અને ઉત્સાહીઓ માટે નવા વિકાસ અને વૈશ્વિક પ્રવૃત્તિઓને અનુસંધાન કરવાની તક પ્રદાન કરશે.

આ એક્સપોમાં હાયરની ટાઇટલ પાર્ટનરશીપ સાથે IICEને દમાતી ગ્રુપ, કેપ ગ્રુપ, સ્ટારલેન્ડ ગ્રુપ (લોટસ મશિનરીઝ સોલ્યુશન્સ પ્રાઈવેટ લી.)નો પ્લેટિનમ પાર્ટનર તરીકેનો સપોર્ટ મળ્યો છે. ગોલ્ડ પાર્ટનર્સ તરીકે, DP ચોકલેટ્સ, મોરડે ફૂડ્સ, માઈક્રૉન અને નેક્સ્ટજેન (શ્રુતિ આઈસ મેક) દ્વારા ઈવેન્ટને સોનેરી ટચ આપ્યો છે. સહ-ભાગીદાર તરીકે કોસ્મો પ્લાસટેકનો ખૂબ આભાર માનવામાં આવે છે.

કાર્યક્રમમાં લોકસભાના સભ્ય પુરુષોત્તમ રૂપાલા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા, સાથે જ ઇન્ડિયન ડેરી એસોસિએશનના પ્રમુખ અને NIFTEM-Tના ચેરમેન ડો. આર એસ સોઢી વિશેષ અતિથિ તરીકે હાજર રહ્યા હતા.

IICE 2024ની શરૂઆત IICMAની પ્રતિષ્ઠિત વ્યક્તિઓ તેમજ અમૂલ, વાડીલાલ, સ્કૂપ્સ, હેવમોર, હોક્કો, હેંગ્યો, અરુણ, નેચરલ્સ, ડેરી ક્લાસિક, ડેરી ડોન, ક્રીમબેલ, દિનશૉઝ, પેસ્તાંજી, ટોપ એન ટાઉન, અપ્સરા, પબ્બા ટોચની આઈસ્ક્રીમ બ્રાન્ડ્સ અને અન્ય દિગ્ગજોની હાજરીમાં થઈ હતી.

પ્રદર્શનમાં વ્યાપક પ્રવૃત્તિઓની વિવિધ શ્રેણી છે: પહેલા દિવસની શરૂઆત VVIPના ઉષ્માભર્યા સ્વાગત અને ઈવેન્ટના ઉદઘાટન સાથે થઈ અને ત્યારબાદ ઉદ્યોગના નિષ્ણાતોની આગેવાની હેઠળ વ્યાપક સેમિનાર, ઉપસ્થિતોને મૂલ્યવાન ઈન્સાઈટ્સ અને શીખવાના અનુભવો કર્યા હતા. બીજા દિવસે, 4થી સપ્ટેમ્બરે જાણીતા શેફ, આઈસ્ક્રીમ ઈનોવેટર્સ, બ્લોગર્સ અને ઉત્સાહીઓ દ્વારા આયોજિત અલગ અલગ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે.

ત્રણેય દિવસો દરમિયાન, B2B વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે, વૃદ્ધિ અને વિસ્તરણ માટે વ્યવસાયની તકોને પ્રોત્સાહન આપવામાં આવશે. IICE 2024 સમગ્ર આઈસ્ક્રીમ ઉદ્યોગમાંથી પ્રદર્શકોની સમૃદ્ધ શ્રેણી રજૂ કરે છે, જેમાં ઉત્પાદન મશીનરી, સામગ્રી અને ફ્લેવર્સ, વિશિષ્ટ સાધનો, ડેરી અને કન્ફેક્શનરી ઉત્પાદનો, ફૂડ પ્રોસેસિંગ ઈનોવેશન્સ, કોલ્ડ ચેઈન રેફ્રિજરેશન, સલાહકારો અને સેવા પ્રદાતાઓ તેમજ ઈ-કોમર્સ પ્લેટફોર્મને પ્રદર્શિત કરવામાં આવ્યા છે.