ઇક્વિટી રોકાણો તેમની કુલ સંપત્તિના માત્ર 5% હિસ્સો ધરાવે છે

અમદાવાદ, 17 જુલાઇઃ ભારતીય પરિવારો વીમા અને મ્યુચ્યુઅલ ફંડ જેવી નાણાકીય સંપત્તિઓ કરતાં રિયલ એસ્ટેટ અને સોના જેવી ભૌતિક સંપત્તિને પસંદ કરે છે. માર્ચ 2023 સુધીમાં કુલ 11.10 ટ્રિલિયન ડૉલરની ઘરગથ્થુ સંપત્તિમાંથી એક મોટો હિસ્સો એટલે કે 66% રિયલ એસ્ટેટ અને સોનામાં રોકાણ કરવામાં આવ્યું છે, તે અહેવાલ દર્શાવે છે. જ્યારે રિયલ એસ્ટેટનો હિસ્સો 51% સાથે સિંહફાળો છે, લોકોએ તેમની સંપત્તિના 15% સોનામાં રોકાણ કર્યું છે. જેફરીઝ દ્વારા બહાર પાડવામાં આવેલ એક અહેવાલ દર્શાવે છે કે નાણાકીય અસ્કયામતોમાં, કુલ ઘરગથ્થુ અસ્કયામતોમાં બેંક ડિપોઝિટનો હિસ્સો 14% છે જ્યારે વીમા અને પેન્શન ફંડ દરેકમાં 6% ફાળો આપે છે. વધુમાં, ભારતીય પરિવારો ઇક્વિટીમાં 5% એક્સ્પોઝર ધરાવે છે. ઉપરાંત, તેઓ તેમની કુલ સંપત્તિના 3% રોકડમાં રાખે છે, રિપોર્ટ બતાવે છે.

ચાલો વધુ જાણવા માટે આ રસપ્રદ કોષ્ટક જોઈએ: કુલ ભારતીય ઘરગથ્થુ સંપત્તિ (માર્ચ 2023): 11.1 ટ્રિલિયન ડોલર

કુલ ભારતીય ઘરગથ્થુ સંપત્તિ (માર્ચ 2023): 11.1 ટ્રિલિયન ડોલર
એસેટ ક્લાસ% of Household Assets
Property50.7
Gold15.5
Bank Deposits14.0
Insurance Funds5.9
Provident & Pension Funds5.8
Equities4.7
Cash3.4

 (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)