અમદાવાદ, 13 જુલાઇઃ બુધવારે સેન્સેક્સે 223 પોઇન્ટના કરેક્શન સાથે 65393 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. જ્યારે નિફ્ટીએ ગેપઅપ ઓપનિંગ બાદ એક તબક્કે 19450 નીચે અને 19507 પોઇન્ટ ઉપર ટ્રેડ કરીને દર્શાવ્યું છે કે, વોલેટિલિટી અને વોલ્યૂમ્સ સંકડાઇ રહ્યા છે. માર્કેટ નવા સમાચારોની શોધમાં છે. જો 19300 પોઇન્ટ નીચે નિફ્ટી બંધ આપે તો માર્કેટમાં સપોર્ટ તૂટ્યો હોવાનું સમજી શકાય. ઉપરમાં 19530 તેજીની આગેકૂચનો સંકેત આપશે. ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સે નિફ્ટી 19300 બ્રેક કરે તો જ મંદીના વેપાર માટે વિચારવાની સલાહ મળી રહી છે.

 (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)