IRMAના વિદ્યાર્થીઓને સરેરાશ 15.5 લાખનું પૅકેજ પ્રાપ્ત થયું
મુખ્ય રીક્રૂટરોમાં BFSI ફર્મ્સ, FMCG, રીટેઇલ અને ઈ-કૉમર્સ કંપનીઓનો સમાવેશ
આણંદ, 31 માર્ચ: ઇન્સ્ટિટ્યૂટ ઑફ રુરલ મેનેજમેન્ટ આણંદ (IRMA)એ તેની પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન મેનેજમેન્ટ (રુરલ મેનેજમેન્ટ) – PGDM(RM) પ્રોગ્રામની 42મી આઉટગોઇંગ બેચ માટેની કેમ્પસ પ્લેસમેન્ટ પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીઓને સરેરાશ રૂ. 15.5 લાખનું પેકેજ પ્રાપ્ત થયું છે. એટલું જ નહિં, IRMAની વર્ષ 2021-2023ની બેચને 100% પ્લેસમેન્ટ મળ્યું છે.
પ્લેસમેન્ટની પ્રક્રિયા દરમિયાન વાર્ષિક 26.5 લાખનું સર્વોચ્ચ પૅકેજ આપવામાં આવ્યું હતું. આ બેચમાં રીક્રૂટરો દ્વારા આપવામાં આવેલું એકંદર સરેરાશ પૅકેજ વાર્ષિક રૂ. 15.5 લાખનું હતું, જે વર્ષ 2022ની બેચથી ઘણું વધારે છે. તો મધ્યક સીટીસી વાર્ષિક રૂ. 15 લાખ જળવાઈ રહ્યો છે, જેમાં સૌથી ઓછો સીટીસી વાર્ષિક રૂ. 08.5 લાખ હતો.
કઇ કઇ કંપનીઓ તરફથી મળી પ્રિ-પ્લેસમેન્ટ ઓફર્સ
આ વર્ષની પ્લેસમેન્ટ પ્રક્રિયામાં સામેલ થયેલા મુખ્ય રીક્રૂટરોમાં ફ્લિપકાર્ટ, GCMMF), HDFC બેંક, ICICI બેંક, NDDB, સર્વ ગ્રામ ફિનકૅર પ્રાઇવેટ , એક્સિસ બેંક, રિલાયન્સ રીટેઇલ, વેદાંતા CSR, UB, મોર રીટેઇલ, IDFC ફર્સ્ટ બેંક, મહિન્દ્રા હૉમ ફાઇનાન્સ, મધર ડેરી, ગ્રાન્ટ થોર્નટન ભારત LLP, ITC, અર્નેસ્ટ એન્ડ યંગ, PWC, ડાબર, DCM શ્રીરામ, ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક, પિક્સુએટ, બેંકર્સ ડઝન, ધી ડિજિટલ ફિફ્થ, ડ્રૂલ્સ પેટ ફૂડ પ્રાઇવેટ , ફારમાર્ટ, ખૈબર એગ્રો, અમૂલ, મેકડોનાલ્ડ્સ, RBI ઇનોવેશન હબ અને રેડસીર સ્ટ્રેટેજી કન્સલ્ટિંગનો સમાવેશ થાય છે.
બેન્કિંગ, ફાઇનાન્સિયલ સર્વિસિસ અને ઇન્સ્યોરન્સ મુખ્ય રિક્રુટર
બેંકિંગ, ફાઇનાન્શિયલ સર્વિસિઝ અને ઇન્શ્યોરન્સ (BFSI) ઇન્ડસ્ટ્રી વર્ષ 2021-2023ની બેચની મુખ્ય રીક્રૂટર જળવાઈ રહી છે, કારણ કે કુલ વિદ્યાર્થીઓમાંથી 42% વિદ્યાર્થીઓને આ ક્ષેત્રમાં પ્લેસમેન્ટ પ્રાપ્ત થયું છે. તો ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગૂડ્સ (એફએમસીજી) તથા રીટેઇલ અને ઈ-કૉમર્સ IRMAની વર્ષ 2021-2023ની બેચ માટે અનુક્રમે બીજા અને ત્રીજા પ્રમુખ રીક્રૂટિંગ સેગમેન્ટ તરીકે ઉભરી આવ્યાં છે.
કઇ કઇ પ્રોફાઇલ માટે મળ્યું પ્લેસમેન્ટ
વર્ષ 2021-2023ની બેચના વિદ્યાર્થીઓને આપવામાં આવી રહેલી મહત્ત્વની ભૂમિકાઓ અને પ્રોફાઇલમાં મેનેજમેન્ટ ટ્રેની, પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ હેડ, કન્સલ્ટન્ટ, ડેપ્યુટી મેનેજર, સીનિયર સેલ્સ એક્ઝિક્યુટિવ અને ક્રેડિટ એનાલીસ્ટનો સમાવેશ થાય છે.