KOTAK MUTUAL FUNDએ ટ્રાન્સપોર્ટેશન એન્ડ લોજિસ્ટિક ફંડ લોન્ચ કર્યું
મુંબઈ, 26 નવેમ્બર, 2024: કોટક મહિન્દ્રા એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડે કોટક ટ્રાન્સપોર્ટેશન એન્ડ લોજિસ્ટિક્સ ફંડ લોન્ચ કરવાની આજે જાહેરાત કરી હતી. આ ફંડ ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક્સ થીમને અનુસરતી એક ઓપન-એન્ડેડ ઇક્વિટી સ્કીમ છે. આ સ્કીમ 25 નવેમ્બર, 2024ના રોજ સબ્સ્ક્રીપ્શન માટે ખૂલશે અને 09 ડિસેમ્બર, 2024ના રોજ બંધ થશે. આ સ્કીમનો ઉદ્દેશ ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક્સ સંબંધિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી કંપનીઓની ઇક્વિટી અથવા ઇક્વિટી સંબંધિત સિક્યોરિટીઝમાં રોકાણ કરીને લાંબા ગાળે મૂડીમાં વૃદ્ધિ કરવાનો છે.
ટ્રાન્સપોર્ટેશન અને લોજિસ્ટિક્સ થીમ લાંબા ગાળે વિકાસ પામવાની સંભાવના ધરાવે છે. આ થીમ વિવિધ પરિબળો દ્વારા સંચાલિત છે, જેમ કે (1) ભારતમાલા, સાગરમાલા, ડીએફસી, મલ્ટી મોડલ લોજિસ્ટિક્સ પાર્ક વગેરે જેવી પહેલ દ્વારા સરકારનું ધ્યાન (2) ડીઝલ એન્જિનથી હાઇબ્રિડ કે ઇવીમાં ટેક્નોલોજી અપગ્રેડ્સ (3) બિનસંગઠિતથી સંગઠિત તરફ પ્રયાણ (4) ભારતમાં ઉત્પાદન પ્રવૃત્તિઓને પ્રોત્સાહન
ફંડનું મેનેજમેન્ટ નલીન ભટ્ટ દ્વારા કરવામાં આવશે જે ફેબ્રુઆરી 2016થી કોટક મહિન્દ્રા એએમસી સાથે છે અને ઇક્વિટી રિસર્ચ અને ફંડ મેનેજમેન્ટમાં 20 વર્ષથી વધુનો અનુભવ ધરાવે છે. રોકાણકારો એનએફઓ સમયગાળા દરમિયાન ઓછામાં ઓછી રૂ. 100 અને ત્યાર પછીની કોઈપણ રકમનું રોકાણ કરી શકે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)