માર્કેટ લેન્સઃ વધુ એક સીઝફાયર!! માર્કેટમાં જોવા મળી શકે તીવ્ર ઉછાળો, ગીફ્ટ NIFTY સવારે તેજીમાં, NIFTY માટે સપોર્ટ 24846- 24719, રેઝિસ્ટન્સ 25078- 25183
આગામી સત્રમાં NIFTYની એક રેન્જ (24,800–25,100) તરીકે જોવા મળે તેવી અપેક્ષા છે. જો NIFTY 25,100થી ઉપર રહે છે, તો 25,200 એ લેવલ છે જેના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જોકે, 24,800થી નીચે તૂટવાથી NIFTY 24,700 સુધી ઘટી શકે છે, ત્યારબાદ 24,500 એક મહત્વપૂર્ણ સપોર્ટ ઝોન તરીકે જોવા મળી શકે
| Stocks to Watch: | INFY, JIOFINA, BEL, EnviroInfra, HGInfra, GarwareTechnical, MetroBrands, AdaniTotal, CESC, SJVN, Eppeltone |
અમદાવાદ, 24 જૂનઃ ઇન્ટ્રા-ડે લોની રચના બાદ NIFTYએ ગ્રીન કેન્ડલની રચના કરવા સાથે ઘટાડા સાથે 24971.90 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. ઇરાન- ઇઝરાયેલ વચ્ચે સીઝફાયરની જાહેરાત યુએસ પ્રેસિડેન્ટ ટ્રમ્પે કરી છે. તેના પગલે ગીફ્ટ NIFTYમાં મંગળવારે સવારે ઝડપી ઉછાળો જોવા મળ્યો છે. તે જોતાં માર્કેટ સવારે ગેપઅપથી ખુલે તેવી શક્યતા નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. NIFTY તેની 20 દિવસીય મૂવિંગ એવરેજ આસપાસ રમી રહ્યો છે. તે દર્શાવે છે કે, ટૂંક સમયમાં કોન્સોલિડેશન સાથે બુલિશ બાયસ મૂડ જોવા મળી શકે છે. રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ રિસર્ચ રિપોર્ટ સૂચવે છે કે, આરએસઆઇ 55.07ના લેવલે સાધારણ બુલિશ ટ્રેન્ડ સાથે નેચરલ મોમેન્ટમ જોવા મળી શકે છે. જો NIFTY 24800નું લેવલ જાળવી રાખે તો ઉપરમાં 25100- 25200 જોવા મળી શકે. પરંતુ જો 24800 ટૂટે તો સાધારણ વેચવાલીનું પ્રેશર જોવા મળી શકે છે.

સોમવારે ઘટ્યા મથાળેથી NIFTYમાં ઝડપી રિકવરી જોવા મળી હતી, પરંતુ ઇરાન- ઇઝરાયેલના તણાવ વચ્ચે NIFTY પાછલા દિવસની 24,800–25,100ની રેન્જમાં ટ્રેડ થયો હતો, જે આગામી સત્રમાં પણ સંભવિત રેન્જ તરીકે જોવા મળે તેવી અપેક્ષા છે. આગામી સત્રમાં NIFTYની એક રેન્જ (24,800–25,100) તરીકે જોવા મળે તેવી અપેક્ષા છે. જો NIFTY 25,100થી ઉપર રહે છે, તો 25,200 એ લેવલ છે જેના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. જોકે, 24,800થી નીચે તૂટવાથી NIFTY 24,700 સુધી ઘટી શકે છે, ત્યારબાદ 24,500 એક મહત્વપૂર્ણ સપોર્ટ ઝોન તરીકે જોવા મળી શકે.

બેંક NIFTY માટે, 56,000 સુધારા માટે એક મહત્વપૂર્ણ લેવલ હોવાની અપેક્ષા છે. તેનાથી ઉપર હોલ્ડિંગ 56,500-57,000ના દરવાજા ખોલી શકે છે. જોકે, નિષ્ણાતો કહે છે કે 56,000થી નીચે બ્રેક થવાથી 55,400 ઝોન પર સપોર્ટ સાથે કોન્સોલિડેશન જોવા મળી શકે છે.

સોમવારે NIFTY 141 પોઈન્ટ (0.56 ટકા) વધીને 24,972 પર પહોંચ્યો હતો, જ્યારે બેંક NIFTY 194 પોઈન્ટ (0.૩4 ટકા) ઘટીને 56,059 પર પહોંચ્યો હતો. NSE પર 1,408 શેર ઘટવા સામે 1,216 શેર સુધર્યા હતા. જે દર્શાવે છે કે, માર્કેટબ્રેડ્થ નેગેટિવ રહી હતી.
INDIA VIX: પાંચ દિવસના ઘટાડાને તોડીને, તે 2.74% વધીને 14.05 પર બંધ થયો. જોકે, તે 15 સ્તરથી નીચે રહ્યો, જે તેજીવાળા લોકો માટે સહાયક માનવામાં આવે છે.
| Stocks in F&O ban: | Biocon, RBL Bank |
| Stocks removed from F&O ban: | Aditya Birla Fashion and Retail, Titagarh Rail Systems |
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
