અમદાવાદ, 19 ડિસેમ્બરઃ નિફ્ટીએ ડેઇલી ચાર્ટ ઉપર લોઅર ડબલ ટોપની રચના કરવાસાથે રેન્જની હાયર એન્ડ નજીક બંધ આપ્યું છે. સોમવારની દિવસ દરમયાનની મોમેન્ટમ સૂચવે છે કે, નિફ્ટી હાયર રેન્જમાં 21700 પોઇન્ટનું રેઝિસ્ટન્સ કૂદાવે તો સુધારાની આગેકૂચ જારી રહી શકે છે. આરએસઆઇ હાયર રેન્જથી રિવર્સલ ટ્રેન્ડ દર્શાવે છે અને અન્ય મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ સૂચવે છે કે, ડેઇલી ચાર્ટ ઉપર તેઓ ઓવરબોટ કન્ડિશન સૂચવતા હોવાનું રિલાયન્સ સિક્યુરિટીઝનો ટેકનિકલ એનાલિસિસ રિપોર્ટ દર્શાવે છે.

ઇન્ટ્રા-ડે વોચઃ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, જિયો ફાઇનાન્સ, ઇરેડા, એસજેવીએન, એસબીઆઇ, ડો. રેડ્ડી, ઇન્ફોસિસ, ટાટા મોટર્સ, મેગાસ્ટાર ફુડ્સ

બેન્ક નિફ્ટીએ પણ ડેઇલી ચાર્ટ ઉપર લોઅર ટોપ સાથે હાયર રેન્જથી પુલબેક નોંધાવવા સાથે સેકન્ડ હાફમાં 250 પોઇન્ટનું કરેક્શન નોંધાવ્યું છે. છેલ્લા 3 દિવસનો 47400 પોઇન્ટની લોઅર સપાટી મજબૂત ટેકાની સપાટી તરીકે વર્તી શકે છે. જ્યારે 46800 અને 49100 પોઇન્ટની રેન્જ ટૂંકાથી મધ્યમ ગાળાની ટ્રેડિંગ રેન્જ હોવાનું ટેકનિકલ નિષ્ણાતો જણાવી રહ્યા છે.

બિઝનેસ ગુજરાત વેબસાઈટમાં આવતાં news updates મેળવવા માટે નીચેની લિંક ઉપર ક્લિક કરી ફોલો કરો

https://whatsapp.com/channel/0029VaDvQgaDOQIYqUTAu20r

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)