અમદાવાદ, 17 ઓગસ્ટઃ બુધવારે સેન્સેક્સે 137 પોઇન્ટની રાહત રેલી સાથે 65539 પોઇન્ટ અને નિફ્ટીએ 30 પોઇન્ટના સુધારા સાથે 19465 પોઇન્ટની સપાટીએ બંધ આપ્યું છે. નિફ્ટીએ ગેપડાઉન ઓપનિંગ બાદ 19400ની સપાટી અને ત્યારબાદ 19317 પોઇન્ટ થયા બાદ સેકન્ડ હાફના સુધારામાં 50 ડીએમએ સપોર્ટ મેળવીને હાયર હાઇ ક્લોઝિંગ આપ્યું છે. નિફ્ટી માટે મેજર સપોર્ટ 19300 પોઇન્ટ રહેશે.તે તૂટે 18900 સુધી જવાની શક્યતા રહેલી છે. ઉપરમાં 19600 મહત્વની રેઝિસ્ટન્સ રહેશે.

બેન્ક નિફ્ટીએ પણ ગેપડાઉન ઓપનિંગ બાદ 50 ડીએમએ સપોર્ટ મેળવ્યો છે. જો આ સપાટી જળવાઇ રહે તો 44000 પોઇન્ટ ઉપર માર્કેટમાં સુધારાની શક્યતા વધી જશે. પરંતુ જો માર્કેટ ખૂલ્યાના 15 મિનિટમાં 43500 તૂટે તો પછી તેજીના વેપારથી દૂર રહેવાની સલાહ સ્ટોક્સબોક્સ તરફથી મળી રહી છે.

 (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)