માર્કેટ મોર્નિંગઃ ઇન્ટ્રા-ડે વોચઃ આઇજીએલ, નાટકો, ડાબર, એપોલો હોસ્પિટલ, એશિયન પેઇન્ટ્સ
અમદાવાદ, 15 સપ્ટેમ્બરઃ ગુરુવારે પણ વોલેટિલિટી અને વોલ્યૂમ્સની રમઝટ વચ્ચે સુધારાની આગેકૂચમાં સેન્સેક્સ 53 પોઇન્ટ સુધરી 67517 પોઇન્ટ અને નિફ્ટી 33 પોઇન્ટ વધી 20103 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યા હતા. ટેકનિકલ એનાલિસિસ અનુસાર નિફ્ટાએ 20043- 20167 પોઇન્ટની રેન્જમાં રમી છેલ્લે ફરી એકવાર 20100 પોઇન્ટની સાયકોલોજિકલ સપાટી ઉપર જ બંધ આપ્યું હોવાનું સ્ટોક્સબોક્સ જણાવે છે. ડેઇલી ચાર્ટ ઉપર નિફ્ટીએ સતત બીજા દિવસે સ્પિનિંગ ટોપ કેન્ડલની રચના કરી છે. જેમાં હવે મહત્વની રેઝિસ્ટન્સ 20290 પોઇન્ટ જણાય છે. બેન્ક નિફ્ટીમાં ડેઇલી ચાર્ટ ઉપર દોજી કેન્ડલ જોવા મળી છે. જે દર્શાવે છે કે, માર્કેટમાં સુધારા અને બ્રેકઆઉટની શક્યતા વિશેષ છે. સ્ટોક્સબોક્સના મત અનુસાર ઇન્ટ્રા-ડે ટ્રેડર્સ માટે નિફ્ટીની 20144 પોઇન્ટની સપાટી મહત્વની રહેશે. તેની ઉપર પહેલી 15 મિનિટ ટ્રેડ થશે તો માર્કેટમાં સુધારાની આગેકૂચની શક્યતા વિશેષ રહેશે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)