અમદાવાદ, 4 સપ્ટેમ્બરઃ શુક્રવારે આવેલી રાહત રેલીમાં સેન્સેક્સ 555 પોઇન્ટ સુધરી 65387 પોઇન્ટ અને નિફ્ટી 181 પોઇન્ટના સુધારા સાથે 19435 પોઇન્ટ બંધ રહ્યા હતા. નિફ્ટીએ ફરી એકવાર આએણએ 50 સપોર્ટ પરત મેળવ્યો છે અને સપ્ટેમ્બરના પ્રથમ દિવસે જ પહેલી બીગ કેન્ડલ હાયર ક્લોઝિંગ સાથે બનાવી છે. તે જોતાં નિફ્ટી 19500 ક્રોસ કરવા સાથે ઉપરમાં 19600ના મહત્વના રેઝિસ્ટન્સ તરફ આગેકૂચ સપ્ટેમ્બર દરમિયાન કરે તેવી શક્યતા હોવાનું સ્ટોક્સબોક્સ જણાવે છે. ઇન્ટ્રા-ડે ટ્રેડર્સ 19503ની સપાટી ક્રોસ થાય કે તૂર્તજ બાય પોઝિશનમાં આવી જાય તેવી પણ સલાહ મળી રહી છે. પરંતું જો નિફ્ટી ફરી 19367 તોડે તો માર્કેટમાંથી કરેક્શન ખતમ થવાની રાહ જોવાની પણ સલાહ મળી રહી છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)