અમદાવાદ, 9 ઓક્ટોબરઃ ટેક્નો- ફન્ડામેન્ટલ તેમજ જિયો-પોલિટિકલ ફેક્ટર્સ નેગેટિવ રહેવા સાથે સોમવારે સવાર માર્કેટમાં પ્રિ-ઓપનિંગ સેશન 700+ પોઇન્ટ માઇનસ સાથે ખૂલી રહ્યું છે. જે દર્શાવે છે કે નિફ્ટી ઓપનિંગ સેશનમાં પ્રથમ 15 મિનિટ જો 19624 પોઇન્ટની સપાટી જાળવી રાખે તો અને તો જ તેજીનો વેપાર ગોઠવવાની સલાહ મળી રહી છે. સ્ટોક્સબોક્સના ટેકનિકલ રિપોર્ટ અનુસાર માર્કેટમાં હેવી સેલિંગ પ્રેશર શરૂઆતી તબક્કામાં આવી શકે છે. ટેકનિકલી નિફ્ટી 19600 પોઇન્ટની નીચે 19589 પોઇન્ટનો મજબૂત સપોર્ટ ધરાવે છે. જે તૂટે તો માર્કેટમાં 19200નું સપોર્ટ ઘ્યાનમાં રાખવું ઊપરમાં 19800 મહત્વની રેઝિસ્ટન્સ સપાટી છે જે ક્રોસ થવી જરૂરી રહેશે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)