MCX DAILY REPORT: સોનાના વાયદા માં રૂ.186 અને ચાંદીમાં રૂ.220નો ઘટાડો
મુંબઈ,27 સેપ્ટેમ્બર 2024: કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં રૂ.44608.7 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કોમોડિટી વાયદાઓમાં રૂ.13139.4 કરોડનાં કામકાજ થયાં હતાં, જ્યારે કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.31468.34 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. બુલિયન ઈન્ડેક્સ બુલડેક્સ ઓક્ટોબર વાયદો 18951 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો. કોમોડિટી ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ ટર્નઓવર રૂ.831.69 કરોડનું થયું હતું.
બુલડેક્સ વાયદો 18951 પોઈન્ટના સ્તરે
કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 9981.88 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.75376ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.75434 અને નીચામાં રૂ.75030ના મથાળે અથડાઈ, રૂ.75387ના આગલા બંધ સામે રૂ.186 ઘટી રૂ.75201ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર વાયદો 8 ગ્રામદીઠ રૂ.175 વધી રૂ.61400ના ભાવ થયા હતા. જ્યારે ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર વાયદો 1 ગ્રામદીઠ રૂ.18 ઘટી રૂ.7480ના ભાવ થયા હતા. સોનું-મિની ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.139 ઘટી રૂ.75200ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.
સોના-ચાંદીના વાયદાઓમાં રૂ. 9981.88 કરોડનાં કામકાજઃ
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો કિલોદીઠ રૂ.92329ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.92590 અને નીચામાં રૂ.91577ના સ્તરને સ્પર્શી, રૂ.92664ના આગલા બંધ સામે રૂ.220 ઘટી રૂ.92444ના ભાવ થયા હતા. આ સામે કિલોદીઠ ચાંદી-મિની નવેમ્બર વાયદો રૂ.242 ઘટી રૂ.92298ના ભાવ થયા હતા. જ્યારે ચાંદી-માઈક્રો નવેમ્બર વાયદો રૂ.216 ઘટી રૂ.92300ના ભાવ થયા હતા. કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં રૂ. 6399.75 કરોડ અને ચાંદીના વિવિધ વાયદાઓમાં રૂ. 3582.12 કરોડના વેપાર થયા હતા.
બિનલોહ ધાતુઓમાં રૂ. 1675.70 કરોડનાં કામકાજ
કિલોદીઠ તાંબુ સપ્ટેમ્બર વાયદો રૂ.6.25 વધી રૂ.850.8ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે જસત સપ્ટેમ્બર વાયદો રૂ.3.3 ઘટી રૂ.280.5ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે એલ્યુમિનિયમ સપ્ટેમ્બર વાયદો રૂ.4.35 વધી રૂ.238.15ના સ્તરે પહોંચ્યો હતો. જ્યારે સીસું સપ્ટેમ્બર વાયદો રૂ.1 ઘટી રૂ.181ના ભાવે બોલાયો હતો.
મેન્થા તેલનો વાયદો નરમ
કૃષિચીજોમાં મેન્થા તેલ ઓક્ટોબર વાયદો કિલોદીઠ રૂ.939.9ના ભાવે ખૂલી, 60 પૈસા ઘટી રૂ.933.5ના ભાવે બોલાયો હતો. કોટન ખાંડી નવેમ્બર વાયદો ખાંડીદીઠ રૂ.590 ઘટી રૂ.57900ના ભાવે બોલાયો હતો. તાંબાના વાયદાઓમાં રૂ. 1002.37 કરોડ, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિનીના વાયદાઓમાં રૂ. 227.28 કરોડ, સીસુ અને સીસુ-મિનીના વાયદાઓમાં રૂ. 40.78 કરોડ, જસત અને જસત-મિનીના વાયદાઓમાં રૂ. 405.27 કરોડનાં કામકાજ થયાં હતાં.
કોટન-ખાંડી વાયદાના ભાવમાં રૂ.590ની નરમાઈ,ક્રૂડ તેલમાં રૂ.29નો સુધારોઃ
ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિનીના વાયદાઓમાં રૂ. 556.47 કરોડનાં વેપાર થયા હતા. જ્યારે નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિનીના વાયદાઓમાં રૂ. 922.65 કરોડનાં કામ થયાં હતાં. મેન્થા તેલના વાયદાઓમાં રૂ. 2.42 કરોડનાં કામ થયાં હતાં. કોટન-ખાંડીના વાયદાઓમાં રૂ. 2.70 કરોડનાં કામ થયાં હતાં.
કોમોડિટી વાયદાઓમાં રૂ.13139.4 કરોડ અને કોમોડિટી ઓપ્શન્સમાં રૂ.31468.34 કરોડનું ટર્નઓવરઃ
એનર્જી સેગમેન્ટમાં રૂ. 1479.12 કરોડનાં કામકાજ થયાં હતાં. એમસીએક્સ ક્રૂડ તેલ ઓક્ટોબર વાયદો બેરલદીઠ રૂ.5667ના ભાવે ખૂલી, ઉપરમાં રૂ.5720 અને નીચામાં રૂ.5661ના મથાળે અથડાઈ, રૂ.5663ના આગલા બંધ સામે રૂ.29 વધી રૂ.5692ના ભાવ થયા હતા. જ્યારે ક્રૂડ તેલ-મિની ઓક્ટોબર વાયદો રૂ.31 વધી રૂ.5700ના ભાવ થયા હતા. આ સામે નેચરલ ગેસ ઓક્ટોબર વાયદો એમએમબીટીયૂદીઠ રૂ.1 ઘટી રૂ.229ના ભાવ થયા હતા. જ્યારે નેચરલ ગેસ-મિની ઓક્ટોબર વાયદો રૂ.1 ઘટી રૂ.229.2ના ભાવે બોલાયો હતો.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)