અમદાવાદ હાજર બજારના ભાવ (તા. 7 જુલાઇ -23)

ચાંદી ચોરસા70000- 71000
ચાંદી રૂપું69800- 70800
સિક્કા જૂના700- 900
999 સોનું60100- 60500
995 સોનું59900- 60300
હોલમાર્ક59290

મુંબઈ, 7 જુલાઇઃ કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ MCX પર કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં MCX પર 37,462 સોદાઓમાં રૂ.2,802.15 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં MCX સોનું ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ રૂ.58,374ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.58,569 અને નીચામાં રૂ.58,331 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.136 વધી રૂ.58,537ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.70 વધી રૂ.47,439 અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.10 વધી રૂ.5,853ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ઓગસ્ટ વાયદો 10 ગ્રામદીઠ રૂ.127 વધી રૂ.58,512ના સ્તરે પહોંચ્યો હતો. વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 2,57,452 સોદાઓમાં કુલ રૂ.22,077.86 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.4,986.96 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ.17082.26 કરોડનો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.70,285ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.70,446 અને નીચામાં રૂ.70,099 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.9 ઘટી રૂ.70,315 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.1 વધી રૂ.70,377 અને ચાંદી-માઈક્રો ઓગસ્ટ કોન્ટ્રેક્ટ રૂ.5 ઘટી રૂ.70,398 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓના વાયદાઓમાં MCX ખાતે 7,278 સોદાઓમાં રૂ.,893.41 કરોડના વેપાર થયા હતા. તાંબુ જુલાઈ વાયદો રૂ.716ના ભાવે ખૂલી, રૂ.2.50 વધી રૂ.718.30 જ્યારે એલ્યુમિનિયમ જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.0.10 વધી રૂ.195.15 તેમ જ સીસું જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.0.20 ઘટી રૂ.181ના ભાવ થયા હતા. જસત જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.0.25 ઘટી રૂ.215ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની જુલાઈ વાયદો 1 કિલોદીઠ રૂ.0.15 વધી રૂ.195.45 સીસુ-મિની જુલાઈ કોન્ટ્રેક્ટ રૂ.0.15 ઘટી રૂ.181.50 જસત-મિની જુલાઈ વાયદો રૂ.0.05 ઘટી રૂ.214.85 બોલાઈ રહ્યો હતો.

બુલડેક્સ વાયદામાં રૂ.9 કરોડનાં કામકાજ

એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં MCX પર 31,280 સોદાઓમાં રૂ.1,285.68 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ જુલાઈ વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.5,885ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,990 અને નીચામાં રૂ.5,864 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.28 વધી રૂ.5,969 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની જુલાઈ વાયદો રૂ.30 વધી રૂ.5,971 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ જુલાઈ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.218ના ભાવે ખૂલી, રૂ.1.20 વધી રૂ.218.90 અને નેચરલ ગેસ-મિની જુલાઈ વાયદો 1 વધી 219.1 બોલાઈ રહ્યો હતો.

કોટન-ખાંડી વાયદો રૂ.280 નરમ, ક્રૂડ તેલમાં વૃદ્ધિ

કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં MCX ખાતે રૂ.5.72 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી ઓગસ્ટ વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.56,800ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.56,800 અને નીચામાં રૂ.56,300 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.280 ઘટી રૂ.56,560ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલ જુલાઈ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.2.80 ઘટી રૂ.901.20 બોલાયો હતો.

કોમોડિટી વાયદાઓમાં રૂ.4,987 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.17082 કરોડનું ટર્નઓવર

કામકાજની દૃષ્ટિએ MCX પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.1,558.56 કરોડનાં 2,663.164 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.1,243.59 કરોડનાં 176.552 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.808.52 કરોડનાં 1,353,880 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.477.16 કરોડનાં 21,769,750 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.54.68 કરોડનાં 2,797 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.37.99 કરોડનાં 2,091 ટન તાંબાના વાયદાઓમાં રૂ.601.27 કરોડનાં 8,378 ટન અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.199.47 કરોડનાં 9,286 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.2.44 કરોડનાં 432 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.3.28 કરોડનાં 36.36 ટનનાં કામકાજ થયાં હતાં.