અમદાવાદઃ નિફ્ટી ખુલતાંની સાથે જ પ્રેશરમાં રહેવા સાથે એક તબકકે 18388ની સપાટીએ ઉતરી ગયા બાદ છેલ્લે 245 પોઇન્ટના ઘટાડા સાથે 18145 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. ઓવરઓલ માર્કેટકેપ નેગેટિવ રહેવા સાથે માર્કેટ સેન્ટિમેન્ટ ફેડના વ્યાજવધારા અને આરબીઆઇ વ્યાજ વધારો કરે તેવી દહેશત વચ્ચે ખરડાયું છે.

નિફ્ટીનો 18400- 1835 પોઇન્ટના ઝોનમાં રહેવા સાથે 16 દિવસની ક્લોઝિંગ લો સપાટીએ તેમજ તેની 20 દિવસીય ઇએમએ નીચે બંધ રહ્યો છે. જે તા. 17 ઓક્ટોબર-22 પછીની નીચી સપાટી દર્શાવે છે. ડેઇલી ચાર્ટ ઉપર ઇન્ડેક્સે થ્રી કેન્ડલ બેરિશ રિવર્સલ પેટર્ન- ઇવનિંગ સ્ટાર પેટર્ન નોંધાવી છે. મહત્વના ટેકનિકલ ઇન્ડિકેટર્સ દર્શાવે છે કે, શોર્ટ ટર્મ ટાઇમફ્રેમ ચાર્ટ પર પણ નેગેટિવ સંકેત આપે છે.

NIFTY18145BANK NIFTY43498IN FOCUS
S-118317S143211EPL (B)
S-218220S-242924GRASIM (S)
R-118583R-143953RTARANSFIN (S)
R-218750R-244407NTPC (B)

BANK NIFTY OUTLOOK: SUPPORT 43211- 42924, RESISTANCE 43953- 44407

ગુરુવારે બેન્ક નિફ્ટીએ 344121 પોઇન્ટની સપાટીએ સ્પર્શ કર્યા પછી ડલ શરૂઆત કરી અને ત્યારબાદ સાઇડવે ટ્રેન્ડ નોંધાવી બપોર પછી 551 પોઇન્ટના કરેક્શનમાં 43498 પોઇન્ટની સપાટી નોંધાવી છે. સેક્ટોરલ માર્કેટબ્રેડ્થ પણ નેગેટિવ જણાય છે.

ટેકનિકલ ઇન્ડિકેટર્સ દર્શાવે છે કે તેની નજીકની 43800 પોઇન્ટની સપાટી વાયોલેટ કર્યા પછી 43300 પોઇન્ટની સપાટી મહત્વની સપોર્ટ લેવલ બની રહે તેવી શક્યતા છે. વીકલી તેમજ ડેઇલી ટાઇમફ્રેમ ચાર્ટ ઉપર ઇન્ડિકેટર્સ સેલ સિગ્નલ આપે છે. જો 43300 પોઇન્ટની સપાટી પણ તૂટે તો નીચામાં 42900 સુધી જઇ શકે. ઉપરમાં 43800 ઉપર બંધ રહે તે સુધારાની આગેકૂચ માટે અતિ આવશ્યક રહેશે.

Market lens by Reliance Securities

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)