એલિન ઇલેક્ટ્રોનિક્સ આઇપીઓ એટ એ ગ્લાન્સ

આઇપીઓ ખુલશે20 ડિસેમ્બરે
આઇપીઓ બંધ થશે22 ડિસેમ્બરે
પ્રાઇસ બેન્ડરૂ. 237- 247
લોટ સાઇઝ60 શેર્સ અને તેના ગુણાંકમાં
ફ્રેશ ઇશ્યૂરૂ. 175 કરોડ
ઓફર ફોર સેલરૂ. 300 કરોડ
કુલ ઇશ્યૂ સાઇઝરૂ. 475 કરોડ
લિસ્ટિંગબીએસઇ, એનએસઇ
કંપનીના પ્રમોટર્સમાંગીલાલ શેઠિયા, કમલ શેઠિયા, કિશોર શેઠિયા, ગૌરવ શેઠિયા, સંજીવ શેઠિયા, સુમિત શેઠિયા, સુમન શેઠિયા, વસુધા શેઠિયા, વિનય શેઠિયા

અમદાવાદ: લાઇટિંગ, પંખાઓ અને રસોડાના સ્મોલ એપલાયન્સિસની મુખ્ય બ્રાન્ડ્સની એન્ડ-ટૂ-એન્ડ પ્રોડક્ટ સોલ્યુશન વિનિર્માતા અને ફ્રેક્શનલ હોર્સપાવર મોટરની ઉત્પાનદકર્તા એલિન ઇલેક્ટ્રોનિક્સ શેરદીઠ રૂ. 5ની મૂળકિંમત અને રૂ. 234- 247ની પ્રાઇસબેન્ડ ધરાવતાં શેર્સના આઇપીઓ સાથે તા. 20 ડિસેમ્બરના રોજ મૂડીબજારમાં પ્રવેશી રહી છે. ઇશ્યૂ તા. 22 ડિસેમ્બરે બંધ થશે. રોકાણકારો ન્યૂનતમ 60 અને તેના ગુણાંકમાં શેર્સ માટે અરજી કરી શકશે. પબ્લિક ઇસ્યુમાં કુલ મળીને રૂ.175 કરોડના નવા ઇસ્યુ અને પ્રવર્તમાન શેરહોલ્ડર દ્વારા રૂ.300 કરોડ સુધીની ઓફર ફોર સેલનો સમાવેશ થાય છે.

કંપનીની કામગીરી અંગે

એલિન ઇલેક્ટ્રોનિક્સ નાણાકીય વર્ષ 2021માં 12% બજાર હિસ્સા સાથે આ શ્રેણીની સૌથી મોટી ખેલાડી છે. નાણાકીય વર્ષ 2021માં અંદાજિત 7%ના EMS બજાર હિસ્સા સાથે LED લાઇટિંગ અને ફ્લેશલાઇટમાં મહત્ત્વપૂર્ણ ખેલાડીઓ પૈકીની એક છે અને નાણાકીય વર્ષ 2021માં 10.7% EMS બજાર હિસ્સા સાથે નાના ઉપકરણોમાં પણ ચાવીરૂપ ખેલાડીઓ પૈકીની એક છે. (સ્રોતઃ F&S અહેવાલ)

કંપનીની ભાગીદારી અને ગ્રાહકો

કંપની સિગ્નિફાય ઇનોવેશન્સ અને એવરેડી જેવી LED લાઇટિંગ, પંખાઓ અને સ્વિચિસની અગ્રણી કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ અને નાના ઉપકરણો માટે ફિલિપ્સ, બોસ, ફેબર, પાનાસોનિક અને ઉષા; હેવેલ્સ, બોસ, ફેબર, પાનાસોનિક, પ્રીથી (ફિલિપ્સની માલિકીની), ગ્રૂપ SEB (મહારાજ બ્રાન્ડ) અને ઉષા, તેમજ મોલબ્યિઓ ડાયગ્નોસ્ટિક્સ પ્રાઇવેટ લિમિટેડ જેવી મેડિકલ ડાયગ્નોસ્ટિક કાર્ટ્રિજિસની સાથે સાથે ડેન્સો અને IFB જેવી કંપનીઓ સાથે મોલ્ડેડ અને શીટ મેટલ પાર્ટ્સ અને ઘટકો માટે અગ્રણી કંપનીઓ સાથે ભાગીદારી કરે છે.

કંપનીના ઉત્પાદનો એટ એ ગ્લાન્સ

કંપનીના EMSમાં મહત્ત્વપૂર્ણ વૈવિધ્યસભર પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં આ પ્રોડક્ટ્સમાં LED લાઇટિંગ, પંખાઓ અને લાઇટિંગ પ્રોડક્ટ્સ, સિલિંગ, ફ્રેશ એર અને TPW પંખાઓ સહિત સ્વિચો અને મોડ્યુલર સ્વિચો અને શોકેટ; ડ્રાય અને સ્ટીમ આર્યન, ટોસ્ટર, હેન્ડ બ્લેન્ડર્સ, મિક્સર ગ્રાઇન્ડર્સ, હેર ડ્રાય અને હેર સ્ટ્રેઇટનર, ફ્રેક્શનલ હોર્સપાવર મોટર્સ, જેનો ઉપયોગ મિક્સર ગ્રાઇન્ડર, બેન્ડ બ્લેન્ડર, વેટ ગ્રાઇન્ડર, ચિમની, એર કંડિશનર, હીટ કન્વેક્ટર, TPW પંખાઓ વગેરે અને એર કંડિશનર્સ માટે ટર્મિનલ બ્લોક, મિક્સર ગ્રાઇન્ડર્સ, ડાઇ કાસ્ટિંગ, રેડિયો સેટ માટે સ્ટેઇનલેસ સ્ટીલનો સમાવેશ થાય છે.

કંપનીની નાણાકીય કામગીરી એટ એ ગ્લાન્સ

ઓપરેશન્સમાંથી કંપનીની આવક નાણાકીય વર્ષ 2021માં રૂ.862.38 કરોડથી વધીને નાણાકીય વર્ષ 2022માં રૂ.1,093.75 કરોડ પર પહોંચી ગયો છે જે 26.83%નો વધારો દર્શાવે છે, જે મુખ્યત્વે ઘરેલું અને વ્યક્તિગત ઉપકરણોની ગ્રાહક ખરીદીમાં થયેલા વધારો થયો હતો. જ્યારે કરવેરા બાદ નફો નાણાકીય વર્ષ 2021માં રૂ.34.86 કરોડથી વધીને નાણાકીય વર્ષ 2022માં રૂ.39.15 કરોડ એટલે કે 12.31%નો વધારો થયો છે. 30 સપ્ટેમ્બર, 2022ના રોજ સમાપ્ત થતા છ માસનો કામગીરીમાંથી આવક રૂ.604.46 કરોડ હતો અને કરવેરા બાદ નફો રૂ.20.67 કરોડ પર નોંધાયો હતો.