અમદાવાદ, 16 ઓક્ટોબરઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)એ 16 ઓક્ટોબરે તેના કોમોડિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટને 13 નવા કોન્ટ્રાક્ટ લોન્ચ કર્યા છે. આ સાથે તેના કોમોડિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં ઉપલબ્ધ પ્રોડક્ટ્સની સંખ્યા 28 થઈ છે.

નવા ડેરિવેટિવ્સમાં ગોલ્ડ 1 કિગ્રા ફ્યુચર્સ, ગોલ્ડ મિની ફ્યુચર્સ, સિલ્વર મિની ફ્યુચર્સ, કોપર ફ્યુચર્સ અને ઝિંક ફ્યુચર્સ માટે ‘ઓપ્શન ઓન ફ્યુચર્સ’, ગોલ્ડ ગિની (8 ગ્રામ) ફ્યુચર્સ, એલ્યુમિનિયમ ફ્યુચર્સ, એલ્યુમિનિયમ મિની ફ્યુચર્સ, લીડ ફ્યુચર્સ, લીડ મિની ફ્યુચર્સ, નિકલ ફ્યુચર્સ, ઝિંક ફ્યુચર્સ અને ઝિંક મિની ફ્યુચર્સ અન્ય કોન્ટ્રાક્ટ સામેલ છે.

NSE ચીફ બિઝનેસ ડેવલપમેન્ટ ઓફિસર શ્રીરામ કૃષ્ણને જણાવ્યું હતું  કે, “આજે 13 નવી પ્રોડક્ટ્સના લોન્ચ સાથે, એનએસઈ પ્લેટફોર્મ પર એનર્જી, બુલિયન અને બેઝ મેટલ્સ કેટેગરીમાં તમામ મુખ્ય ઉત્પાદનો પરના ફ્યુચર્સ અને વિકલ્પો ઉપલબ્ધ થયા છે. જેથી સહભાગીઓને એક્સચેન્જ પ્લેટફોર્મ પર કોમોડિટીઝમાં તેમના જોખમને અસરકારક રીતે સંચાલિત કરવામાં સક્ષમ બનાવશે.”

આ પગલું NSE દ્વારા છ વધારાના ડેરિવેટિવ્ઝ કોન્ટ્રાક્ટની રજૂઆતને અનુસરે છે, જેમાં WTI ક્રૂડ ઓઈલ-મિની ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ ઓન ફ્યુચર્સ, નેચરલ ગેસ-M ini ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ ઓન ફ્યુચર્સ અને સિલ્વર-મિની ફ્યુચર્સ અને માઇક્રો ફ્યુચર્સ કોન્ટ્રાક્ટનો સમાવેશ થાય છે.

NSEના કોમોડિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં ગોલ્ડ 1 કિગ્રા ફ્યુચર્સ, ગોલ્ડ મિની ફ્યુચર્સ, ગોલ્ડ પેટલ ફ્યુચર્સ (1 ગ્રામ), સિલ્વર 30 કિગ્રા ફ્યુચર્સ, સિલ્વર 30 કિગ્રા ઓપ્શન ઓન ગુડ્સ, ડબલ્યુટીઆઈ ક્રૂડ ઓઈલ ફ્યુચર્સ, નેચરલ ગેસ ફ્યુચર્સ, બ્રેન્ટ ક્રૂડ અને કોપર ફ્યુચર્સ ટ્રેડિંગ માટે ઉપલબ્ધ થયા છે.