• વરિષ્ઠ નાગરિકોને 701 દિવસની એફડી પર વાર્ષિક 9.45% વ્યાજ અને 1001 દિવસ માટે 9.50 ટકા વ્યાજ મળશે

મુંબઈ, 16 ઓક્ટોબરઃ આરબીઆઈના રેપો રેટ વધારાની ગતિમાં બ્રેક વચ્ચે ઉંચા વ્યાજ દરનો લાભ આપતાં યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેન્ક 701 દિવસ માટે ફિક્સ્ડ ડિપોઝિટ પર 8.95 ટકા વ્યાજનો લાભ આપી રહી છે. જેમાં વરિષ્ઠ નાગરિકોને 701 દિવસ માટે રોકાણ કરેલ ફિક્સ્ડ ડિપોઝિટ પર 9.45% p.aના આકર્ષક દર ઓફર કરે છે.

યુનિટી બેન્ક સામાન્ય રોકાણકારોને 1001 દિવસની મુદત માટે વરિષ્ઠ નાગરિકોને 9.50% p.a. અને 9.00% p.a.ના વ્યાજ દર ઓફર કરી રહી છે. 181- 201 દિવસ અને 501 દિવસની મુદત માટે, યુનિટી બેન્ક વરિષ્ઠ નાગરિકોને 9.25% p.a. અને સામાન્ય રોકાણકારોને 8.75% p.a. વ્યાજ દર ઓફર કરે છે.

બચત ખાતા પર વાર્ષિક 7 ટકા વ્યાજ

બચત ખાતા પર, યુનિટી બેન્ક 1 લાખથી વધુની થાપણો માટે વાર્ષિક 7% વ્યાજ ઓફર કરે છે. જ્યારે 1 લાખ સુધીની થાપણો પર વાર્ષિક 6 ટકા વ્યાજ ચૂકવે છે.

યુનિટી બેન્ક એ શેડ્યુલ્ડ કોમર્શિયલ બેન્ક છે, જેને સેન્ટ્રમ ફાઇનાન્સિયલ સર્વિસીસ લિમિટેડ દ્વારા રેઝિલિએન્ટ ઇનોવેશન્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા સંયુક્ત રોકાણકાર તરીકે પ્રમોટ કરવામાં આવી છે.

ફિક્સ ડિપોઝીટ રેટ્સ

Tenureજનરલ એફડી રેટ્સ % વાર્ષિકવરિષ્ઠ નાગરિકો માટે એફડી રેટ્સ %
7-14Days4.50%4.50%
15 -45Days4.75%4.75%
46 -60Days5.25%5.75%
61 -90Days5.50%6.00%
91 -164Days5.75%6.25%
165 Days -6 Months5.75%6.25%
>6Months-201Days8.75%9.25%
202 -364Days6.75%7.25%
1Year7.35%7.85%
1 Year1 day7.35%7.85%
> 1Year1day-500days7.35%7.85%
501Days8.75%9.25%
502Days-18Months7.35%7.85%
>18Months-700 Days7.40%7.90%
701Days8.95%9.45%
702Days-1000Days7.40%7.90%
1001Days9.00%9.50%
1002Days- 3Year7.65%8.15%
>3Year-5Year7.65%8.15%
> 5Year-10Year7.00%7.50%