અમદાવાદ, 7 નવેમ્બર: NSE IFSC ક્લિયરિંગ કોર્પોરેશન લિમિટેડ (NSEICC) ફોરેન કરન્સી સેટલમેન્ટ સિસ્ટમ (FCSS)નો ઉપયોગ કરીને તેનું ફંડ સેટલમેન્ટ કરનારી ગિફ્ટ આઈએફએસસીની પહેલી માર્કેટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્સ્ટિટ્યૂશન (MII) બની

પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ, 2007 હેઠળ આઈએફએસસીએ દ્વારા ઓથોરાઇઝ કરવામાં આવેલી ફોરેન કરન્સી સેટલમેન્ટ સિસ્ટમ (FCSS) ગિફ્ટ આઈએફએસસી ન્યાયક્ષેત્રમાં આઈએફએસસી બેંકિંગ યુનિટ્સ (આઈબીયુ) વચ્ચે વિદેશી ચલણના વ્યવહારો સક્ષમ કરવા માટે બનાવવામાં આવી છે. આનાથી કોરસ્પોન્ડન્ટ બેંકિંગ નેટવર્ક દ્વારા ગિફ્ટ આઈએફએસસીમાં દરેક વ્યવહારને રૂટ કરવાની જરૂરિયાત દૂર થાય છે. FCSS લગભગ રિયલ ટાઇમ ધોરણે વ્યવહારો સેટલ કરવામાં મદદ કરશે જેનાથી સેટલમેન્ટનો સમય ઘટશે જે આંતરરાષ્ટ્રીય માર્કેટ સાથે સુસંગત છે.

સામાન્ય પ્રક્રિયામાં વિદેશી ચલણના સેટલમેન્ટ્સ કોરસ્પોન્ડન્ટ બેંકિંગ નેટવર્ક દ્વારા કરવામાં આવતા હતા, જેમાં બેંકોને એક અથવા વધુ કોરસ્પોન્ડન્ટ સંસ્થાનો સાથે ખાતા જાળવવાની જરૂર પડતી હતી. આ ખાતા દ્વારા વ્યવહારો પ્રોસેસ કરવામાં આવતા હતા અને SWIFT નેટવર્ક દ્વારા શરૂઆત કરનાર બેંક, કોરસ્પોન્ડન્ટ બેંક અને રિસિવિંગ બેંક વચ્ચે કન્ફર્મેશન મેસેજીસની આપ-લે કરવામાં આવતી હતી. આ મલ્ટી-સ્ટેપ પ્રોસેસના લીધે સેટલમેન્ટમાં ઘણીવાર 48 કલાક સુધીનો સમય લાગતો હતો.

નીરજ કુલશ્રેષ્ઠ (MD અને CEO, NSEICC) એ ગિફ્ટ આઈએફએસસી ખાતે ફોરેન કરન્સી સેટલમેન્ટ સિસ્ટમ (FCSS) દ્વારા વ્યવહારોના સફળ અમલીકરણની પ્રશંસા કરી હતી. તેમણે ગિફ્ટ આઈએફએસસીમાં FCSS લાગુ કરવા બદલ આઈએફએસસીએનો આભાર માન્યો હતો અને વધુમાં ભાર મૂક્યો હતો કે એનએસઈઆઈસીસી આઈએફએસસીએની તમામ પહેલને સમર્થન આપવા માટે પ્રતિબદ્ધ છે.

 (Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)