Omnitech Engineering Limitedનો IPO 25 ફેબ્રુઆરીએ ખુલશે, પ્રાઇસબેન્ડ રૂ 216 – 227
| ઇશ્યૂ ખૂલશે | 25 ફેબ્રુઆરી |
| ઇશ્યૂ બંધ થશે | 27 ફેબ્રુઆરી |
| ફેસ વેલ્યૂ | રૂ. 5 |
| પ્રાઇસબેન્ડ | રૂ. 216 – 227 |
| લોટ સાઇઝ | 66 શેર્સ |
| ઇશ્યૂ સાઇઝ | 25682818 શેર્સ |
| ઇશ્યૂ સાઇઝ | રૂ. 583 કરોડ |
| Employee Discount | રૂ. 11 |
| લિસ્ટિંગ | NSE, BSE |
અમદાવાદ, 23 ફેબ્રુઆરી:ઓમ્નીટેક એન્જિનિયરિંગ લિમિટેડ રૂ. 5ની ફેસ વેલ્યૂ અને શેરદીઠ રૂ. 216 – 227ની પ્રાઇસબેન્ડ ધરાવતા શેર્સના IPO સાથે 25 ફેબ્રુઆરીએ મૂડીબજારમાં પ્રવેશી રહી છે. 2,56,82,818 શેર્સની રૂ. 583 કરોડની ઓફર ધરાવતો IPO તા.27 ફેબ્રુઆરીએ બંધ થશે.. એન્કર ઇન્વેસ્ટર બિડીંગ તારીખ બિડ/ઓફર ખુલવાની તારીખ 24 ફેબ્રુઆરી છે. બિડ્સ લઘુતમ 66 ઇક્વિટી શેર્સ અને ત્યારબાદ 66 ઇક્વિટી શેર્સના ગુણાંકમાં કરી શકાય છે. Employee Discount રૂ. 11 રાખેલ છે. કંપનીના શેર્સ NSE અને BSE ખાતે લિસ્ટેડ કરાવવાની કંપની દરખાસ્ત ધરાવે છે.

કંપનીની કામગીરી અને ઇતિહાસ એક નજરે:
ઓમ્નીટેક એન્જિનિયરિંગ લિમિટેડ હાઇ પ્રિસિઝન એન્જિનિયર્ડ ઘટકો અને એસેમ્બલીઓના મુખ્ય ઉત્પાદકોમાંની એક છે જે એનર્જી, મોશન કંટ્રોલ અને ઓટોમેશન, ઇન્ડસ્ટ્રીયલ ઇક્વિપમેન્ટ સિસ્ટમ્સ,મેટલ ફોર્મિંગ અને અન્ય વૈવિધ્યસભર ઔદ્યોગિક એપ્લિકેશનો જેવા ઉદ્યોગોમાં વૈશ્વિક ગ્રાહકોને સપ્લાય કરે છે. 19 વર્ષના અનુભવ સાથે,કંપની હાઇ એન્જિનિયર્ડ પ્રિસિઝન મશીનવાળા ઘટકો અને એસેમ્બલીઓનું ઉત્પાદન કરે છે જેનો ઉપયોગ મુખ્યત્વે સેફ્ટી-ક્રિટિકલ એપ્લિકેશનોમાં થાય છે.કંપની ઓળખાયેલા પીઅર સેટમાં હાઇ પ્રિસિઝન એન્જિનિયર્ડ ઘટકો અને એસેમ્બલીના ભારતના સૌથી ઝડપથી વિકસતા ઉત્પાદકોમાંની એક છે.
કંપનીની નાણાકીય કામગીરી એક નજરે:
| Period Ended | 30 Sep 2025 | 31 Mar 2025 | 31 Mar 2024 | 31 Mar 2023 |
| Assets | 766.65 | 626.33 | 386.99 | 185.18 |
| Total Income | 236.69 | 349.71 | 181.95 | 183.71 |
| PAT | 27.78 | 43.87 | 18.91 | 32.29 |
| NET Worth | 232.27 | 204.44 | 78.81 | 59.90 |
| Reserves and Surplus | 179.65 | 151.81 | 28.81 | 54.90 |
| Amount in ₹ Crore | ||||
કંપનીએ કામગીરીમાંથી આવકની દ્રષ્ટિએ નાણાંકીય વર્ષ 2024 અને નાણાંકીય વર્ષ 2025 વચ્ચે 92.45 ટકાની વૃદ્ધિ અને નાણાંકીય વર્ષ 2023 અને નાણાંકીય વર્ષ 2025 વચ્ચે 39.06 ટકાનો સીએજીઆર નોંધાવ્યો છે. 30 સપ્ટેમ્બર,2025ના રોજ પૂરા થયેલા છ મહિના દરમિયાન અને નાણાંકીય વર્ષ 2025,2024 અને 2023માં,કંપનીએ અમેરિકા,ભારત,સંયુક્ત આરબ અમીરાત,જર્મની,બલ્ગેરિયા,સ્વીડન,યુનાઇટેડ કિંગડમ,ફ્રાન્સ,ઓસ્ટ્રેલિયા અને કેનેડા સહિત 24 દેશોમાં 256થી વધુ ગ્રાહકોને કસ્ટમાઇઝ્ડ હાઇ પ્રિસિઝન એન્જિનિયર્ડ ઘટકો અને એસેમ્બલીઓ પૂરી પાડી હતી.
લીડ મેનેજર્સ : ઇક્વિરસ કેપિટલ પ્રાઇવેટ લિમિટેડ અને આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ (BRLM) છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)E
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
