સૌથી છેલ્લે આવતાં રિટાયરમેન્ટ માટેનું પ્લાનિંગ પહેલા કરો
સ્વાભિમાની ચશ્માની દ્રષ્ટિને ધૂંધળી થતી અટકાવવા માટે, જાગ્યા ત્યારથી સવાર સમજીને તમારા નિવૃત્તિ ભંડોળની તૈયારી શરૂ કરો. મા-બાપે પેટે પાટા બાંધીને ભણાવ્યા પછી નોકરી મળતાંની સાથે જ આપણે પણ એમના જેવાં જ સોનેરી સપનાઓ ગૂંથીએ છીએ….. એક નાનું ઘર, જીવન સાથી સાથે સુખી સંસાર, બાળકો ભણે અને જવાબદારીઓની આ યાત્રામાં ક્યાંક, સ્વતંત્રતા ગુમાવી રહ્યા છીએ….
