પ્રેસ્ટિજ હોટલ વેન્ચર્સે સેબીમાં DRHP ફાઇલ કર્યું
અમદાવાદ, 27 એપ્રિલઃ હોસ્પિટાલિટી એસેટ ઓનર અને ડેવલપર પ્રેસ્ટિજ હોટલ વેન્ચર્સ લિમિટેડે બજાર નિયામક સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (“SEBI”)માં તેનું ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (“DRHP”) ફાઇલ કર્યું છે.
આઈપીઓમાં રૂ. 1,700 કરોડ સુધીના મૂલ્યના પ્રત્યેક રૂ. 5ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર્સના ફ્રેશ ઇશ્યૂ અને રૂ. 1,000 કરોડ સુધીના મૂલ્યના પ્રત્યેક રૂ. 5ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર્સના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે. વેચાણ માટેની ઓફરમાં પ્રેસ્ટિજ એસ્ટેટ્સ પ્રોજેક્ટ્સ લિમિટેડ (પ્રમોટર સેલિંગ શેરહોલ્ડર) દ્વારા પ્રત્યેક રૂ. 5ની ફેસ વેલ્યુના ઇક્વિટી શેર્સનો સમાવેશ થાય છે.
પ્રેસ્ટિજ હોટલ વેન્ચર્સ લિમિટેડ પ્રાપ્ત થનારી કુલ રૂ. 1,121.276 કરોડની અંદાજિત રકમનો કંપની તથા મટિરિયલ સબ્સિડિયરી જેમ કે સાઇ ચક્ર હોટેલ્સ પ્રાઇવેટ લિમિટેડ અને નોર્થલેન્ડ હોલ્ડિંગ કંપની પ્રાઇવેટ લિમિટેડ દ્વારા મેળવાયેલા રૂ. 397.248 કરોડના ઋણની પૂર્વ ચૂકવણી કે સંપૂર્ણ અથવા આંશિક ચૂકવણી માટે ઉપયોગ કરવાનો પ્રસ્તાવ રજૂ કરે છે જેમાં રૂ. 724.028 કરોડની રકમનું આ પેટાકંપનીઓમાં રોકાણ કરવામાં આવશે. કંપની ચોખ્ખી આવકના ફંડનો ઉપયોગ અજાણ્યા હસ્તાંતરણો અને અન્ય વ્યૂહાત્મક પહેલ થકી ઇનઓર્ગેનિક ગ્રોથ માટે તથા સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે પણ ઉપયોગ કરવાની દરખાસ્ત કરે છે.
પ્રેસ્ટિજ હોટલ વેન્ચર્સ લિમિટેડ બિઝનેસ અને લેઝર ટ્રાવેલર્સ બંને માટે ભારતમાં લક્ઝરી, અપર અપસ્કેલ અને અપર મીડસ્કેલ હોસ્પિટાલિટી એસેટ્સ પર કેન્દ્રિત હોસ્પિટાલિટી એસેટ ઓનર અને ડેવલપર છે. કંપની પ્રેસ્ટિજ ગ્રુપ અને પ્રમોટર પ્રેસ્ટિજ એસ્ટેટ્સ પ્રોજેક્ટ્સ લિમિટેડનો ભાગ છે જે રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટમાં 38 વર્ષનો અનુભવ ધરાવે છે અને 31 ડિસેમ્બર, 2024ના રોજ રૂ. 729.66 અબજનું માર્કેટ કેપ ધરાવે છે.
31 ડિસેમ્બર, 2024ના રોજ પોર્ટફોલિયોમાં 1,445 કી સાથેની સાત ઓપરેટિંગ હોસ્પિટાલિટી એસેટ્સ સમાવિષ્ટ છે જેમાં 1,255 ઓપરેટિંગ કી અને એક હોસ્પિટાલિટી એસેટનો સમાવેશ થાય છે જે 190 કી સાથે હાલ રિનોવેશન હેઠળ છે. આ ઉપરાંત પોર્ટફોલિયોમાં 1.88 મિલિયન સ્ક્વેર ફીટ ડેવલપેબલ એરિયાને આવરી લેતી 951 અપેક્ષિત કી સાથેની ત્રણ હાલ ચાલી રહેલી હોસ્પિટાલિટી એસેટ્સ અને 2.64 મિલિયન સ્ક્વેર ફીટ ડેવલપેબલ એરિયા સાથે 1,558 અપેક્ષિત કી સાથેની આગામી નવ હોસ્પિટાલિટી એસેટ્સનો સમાવેશ થાય છે.
કંપનીએ નાણાંકીય વર્ષ 2022 અને 31 ડિસેમ્બર, 2024 ના રોજ પૂરા થયેલા નવ મહિના વચ્ચે 6.89 ટકાના સીએજીઆર પર ઓપરેટિંગ કીમાં વધારો કર્યો છે.
હોસ્પિટાલિટી સર્વિસીઝના વેચાણની આવક 31 ડિસેમ્બર, 2023ના રોજ પૂરા થતા નવ મહિનામાં રૂ. 560.343 કરોડથી વધીને 31 ડિસેમ્બર, 2024ના રોજ પૂરા થતા નવ મહિના માટે રૂ. 662.681 કરોડ થઈ હતી. આ ઉપરાંત, હોસ્પિટાલિટી સર્વિસીઝના વેચાણની આવક નાણાંકીય વર્ષ 2022માં રૂ. 191.715 કરોડ અને નાણાંકીય વર્ષ 2023માં રૂ. 636.169 કરોડથી વધીને નાણાંકીય વર્ષ 2024માં રૂ. 795.696 કરોડ થઈ હતી જે નાણાંકીય વર્ષ 2022 અને નાણાંકીય વર્ષ 2024 વચ્ચે 103.73 ટકાનો સીએજીઆર દર્શાવે છે.
જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ, સીએલએસએ ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, જે પી મોર્ગન ઈન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ અને કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ આ ઇશ્યૂના એકમાત્ર બુક રનિંગ લીડ મેનેજર્સ છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
