અમદાવાદ, 27 એપ્રિલઃ ભારતની બીજા ક્રમની સૌથી જૂની એસેટ મેનેજમેન્ટ કંપની (“AMC”) (સ્ત્રોતઃ ક્રિસિલ રિપોર્ટ)  કેનેરા રોબેકો એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડે આઈપીઓ માટે સેબીમાં ડ્રાફ્ટ રેડ હેરિંગ પ્રોસ્પેક્ટસ (ડીઆરએચપી) ફાઇલ કર્યું છે. કેનેરા બેંક અને ઓરિક્સ કોર્પોરેશન યુરોપ એન.વી આ કંપનીના પ્રમોટર્સ છે.

આ ઓફરમાં પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના 4,98,54,357 સુધીના ઇક્વિટી શેર્સના વેચાણ માટેની ઓફરનો સમાવેશ થાય છે જેમાં કેનેરા બેંક દ્વારા 2,59,24,266 સુધીના ઇક્વિટી શેર્સ અને ઓરિક્સ કોર્પોરેશન યુરોપ એન.વી  (“Promoter Selling Shareholders”) દ્વારા 2,39,30,091 સુધીના ઇક્વિટી શેર્સનો સમાવેશ થાય છે. 

કેનેરા રોબેકો એસેટ મેનેજમેન્ટ કંપની લિમિટેડની મુખ્ય પ્રવૃત્તિઓમાં ભારતીય ઇક્વિટી પર રોકાણ સલાહ પૂરી પાડવા અને મ્યુચ્યુઅલ ફંડ્સ મેનેજ કરવાનો સમાવેશ થાય છે. 31 ડિસેમ્બર, 2024 સુધીમાં તે 12 ઇક્વિટી સ્કીમ્સ, 10 ડેટ સ્કીમ્સ અને ત્રણ હાઇબ્રિડ સ્કીમ્સ સહિત 25 સ્કીમ્સ મેનેજ કરે છે જેની 31 ડિસેમ્બર, 2024 સુધીમાં ત્રિમાસિક સરેરાશ એયુએમ રૂ. 1,083.66 અબજ છે. કંપની મલ્ટી ચેનલ સેલ્સ અને ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક ધરાવે છે જેનાથી તે તેના ગ્રાહકોને પ્રોડક્ટ્સ તથા સર્વિસીઝ પૂરી પાડે છે. આ નેટવર્કમાં થર્ડ પાર્ટી ડિસ્ટ્રીબ્યુટર્સ અને તેની બ્રાન્ચ અને ડિજિટલ પ્લેટફોર્મ્સ થકી થયેલા વેચાણનો સમાવેશ થાય છે.

કંપનીને તેની ક્યુએએયુએમમાં મજબૂત વૃદ્ધિ જોવા મળી છે જે 31 માર્ચ, 2022થી 31 માર્ચ, 2024 દરમિયાન 34.75 ટકાના સીએજીઆર પર વધી છે જેની સામે ઉદ્યોગની વૃદ્ધિ 18.8 ટકા હતી (સ્ત્રોતઃ ક્રિસિલ રિપોર્ટ). આ રિપોર્ટમાં એમ પણ જણાવાયું છે કે કંપની અત્યાર સુધીમાં અને ભારતમાં ટોચની 10 એએમસીની સરખામણીએ ત્રીજા ક્રમનો સૌથી ઊંચો ઇક્વિટી હિસ્સો (ઇક્વિટી સંચાલિત હાઇબ્રિડ સહિત) ધરાવે છે અને 31 ડિસેમ્બર, 2024ના રોજ ઇક્વિટી સંચાલિત એયુએમનો સૌથી ઊંચો હિસ્સો ધરાવે છે.

ઇક્વિટી શેર્સને બીએસઈ લિમિટેડ (the “BSE”) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ ઓફ ઈન્ડિયા (the “NSE”, અને બીએસઈની સાથે મળીને the “Stock Exchanges”) જેવા શેરબજારો પર લિસ્ટ કરવાની યોજના છે. 

એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ લિમિટેડ, એક્સિસ કેપિટલ લિમિટેડ અને જેએમ ફાઇનાન્શિયલ લિમિટેડ આ ઇશ્યૂના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)