અમદાવાદ, 11 સપ્ટેમ્બર: રાજેશ પાવર સર્વિસીઝ લિમિટેડે (આરપીએસએલ) આજે જાહેરાત કરી હતી કે કંપનીને દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ (ડીજીવીસીએલ) તરફથી રૂ. 143.11 કરોડનો ટર્નકી કોન્ટ્રાક્ટ મળ્યો છે. આ કોન્ટ્રાક્ટમાં DGCVL હેઠળના વલસાડ શહેર, વલસાડ ગ્રામ્ય અને સુરત ગ્રામ્ય વિસ્તારોમાં એસઆઈ (સિસ્ટમ ઇમ્પ્રુવમેન્ટ) સ્કીમ હેઠળ હાલના 11/22kV એચટી ઓવરહેડ નેટવર્કને અંડરગ્રાઉન્ડ કેબલ/એમવીસીસી સિસ્ટમમાં ફેરવવાની કામગીરી સામેલ છે.

આ કોન્ટ્રાક્ટ જટિલ અંડરગ્રાઉન્ડ પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ હાથ ધરવામાં અમદાવાદ હેડક્વાર્ટર સ્થિત કંપનીની નિપુણતા દર્શાવે છે અને EPC સેગમેન્ટમાં તેની લીડરશિપનો પુનરોચ્ચાર કરે છે.

સમગ્ર ભારતમાં ઉચ્ચ મૂલ્યના પ્રોજેક્ટ્સ પૂરા કર્યાના મજબૂત ટ્રેક રેકોર્ડ સાથે રાજેશ પાવર સર્વિસીઝ લિમિટેડ દેશના પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન ઇકોસિસ્ટમને મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવવાનું ચાલુ રાખે છે.

(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)

(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)