રિલાયન્સ રિટેલ લિમિટેડે ‘પહાડી લોકલ’ બ્રાન્ડને તેના બિઝનેસ સહિત હસ્તગત કર્યા

અમદાવાદ, 11 માર્ચઃ રિલાયન્સ રિટેલ લિમિટેડે પહાડી ગુડનેસ પ્રાઇવેટ લિમિટેડ પાસેથી ‘પહાડી લોકલ’ બ્રાન્ડનું તેના બિઝનેસ સહિત હસ્તાંતરણ પૂર્ણ કર્યાની આજે જાહેરાત કરી છે. ‘પહાડી લોકલ’ ઝડપથી વિકસી રહેલી ભારતીય બ્યૂટી અને વેલનેસ બ્રાન્ડ છે જે તેની પ્રકૃતિ આધારિત, હિમાલયના કુદરતી સ્ત્રોતોથી પ્રેરિત ફોર્મ્યુલેશન્સ માટે જાણીતી છે.

હિમાલયના ઘટકોની શુદ્ધતા અને અસરકારકતાને રોજિંદી પર્સનલ કેર પ્રોડક્ટ્સમાં આણવાના મિશન સાથે સ્થપાયેલી ‘પહાડી લોકલ’ એ ભારતના ઝડપથી વિકસી રહેલા બ્યૂટી અને વેલનેસ ક્ષેત્રમાંની એક અનોખી બ્રાન્ડ તરીકે ઉભરી આવી છે. આ બ્રાન્ડ તેનાં ક્લિન ફોર્મ્યુલેશન્સ, સભાનપણે સોર્સિંગની પ્રણાલિઓ અને સ્કીનકેર તેમજ વેલનેસમાં અસ્સલ તથા ટકાઉ વિકલ્પો શોધી રહેલા ગ્રાહકોમાં મજબૂત આકર્ષણ માટે જાણીતી છે.

આ વ્યવસાયિક હસ્તાંતરણ સાથે રિલાયન્સ રિટેલ લિમિટેડ તેની અજોડ ઓમ્ની ચેનલ રિટેલ ઇકોસિસ્ટમ, ડિજિટલ કોમર્સ ક્ષમતાઓ અને મજબૂત સપ્લાય ચેઈનનો ઉપયોગ કરીને વિશિષ્ટ અને હેતુ સંચાલિત ભારતીય બ્રાન્ડ્સના નિર્માણ અને તેના વિસ્તરણની પોતાની વ્યૂહરચનાને વધુ મજબૂત બનાવે છે.