ડોલર સામે રૂપિયામાં મજબૂતી, 56 પૈસાના સુધારા સાથે આઠ માસની ટોચે
અમદાવાદ, તા. 25 નવેમ્બરઃ વિદેશી રોકાણ અને ક્રૂડ ઓઈલના ઘટતા ભાવના કારણે રૂપિયો ડોલર સામે મજબૂત બન્યો છે. આજે બુધવારે શરૂઆતના કારોબારમાં અમેરિકી ડોલર સામે ભારતીય રૂપિયો મજબૂત થઈને 92.29 ના સ્તરે પહોંચી ગયો હતો, જે તેના અગાઉના બંધ ભાવ ૯૨.૯૧ ની સરખામણીમાં 56 પૈસાનો મોટો સુધારા સાથે આઠ માસની ટોચ દશાર્વે છે.
સ્થાનિક શેરબજારમાં ભારે ખરીદીને કારણે વિદેશી ભંડોળના મજબૂત પ્રવાહ અને આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલા ઘટાડાને લીધે રૂપિયાને આ ટેકો મળ્યો છે. જોકે, આંતરરાષ્ટ્રીય બજારમાં ડોલરની મજબૂતીએ રૂપિયાના વધુ પડતા ઉછાળા પર થોડી લગામ લગાવી હતી; ઇન્ટરબેંક ફોરેન એક્સચેન્જ માર્કેટમાં રૂપિયો ૯૨.૬૫ પર ખૂલીને ૯૨.૬૨ સુધી ગયો હતો. અગાઉ સોમવારે રૂપિયો ૭ મહિનાની ઊંચી સપાટીએથી થોડો ઘટીને ૯૨.૮૫ પર બંધ રહ્યો હતો અને મંગળવારે ગુરુ નાનક જયંતિની રજાને કારણે બજાર બંધ રહ્યું હતું, પરંતુ ૧૩ નવેમ્બરના ૯૪.૧૯ ના સ્તરથી છેલ્લા પાંચ સત્રમાં રૂપિયામાં ૧.૬% થી વધુનો તીવ્ર સુધારો જોવા મળ્યો છે.
ડોલર ઇન્ડેક્સ, ક્રૂડ ઓઈલ અને શેરબજારની સ્થિતિ
વૈશ્વિક બજારમાં છ મુખ્ય ચલણો સામે ડોલરની મજબૂતી દર્શાવતો ‘ડોલર ઇન્ડેક્સ’ ૦.૧૫% વધીને ૧૦૩.૯૦ પર પહોંચ્યો છે, કારણ કે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરફ વળતા યુએસ ટ્રેઝરી યીલ્ડમાં ઘટાડો થયો છે. બીજી તરફ, વૈશ્વિક બેન્ચમાર્ક ‘બ્રેન્ટ ક્રૂડ’ વાયદા બજારમાં ૧.૩૦% ઘટીને પ્રતિ બેરલ $૯૦.૨૧ પર ટ્રેડ થઈ રહ્યું છે, જે ભારત માટે રાહતના સમાચાર છે. સ્થાનિક શેરબજારમાં પણ જોરદાર તેજી જોવા મળી હતી, જેમાં બપોરના કારોબારમાં સેન્સેક્સ લગભગ ૨,૦૦૦ પોઈન્ટ અને નિફ્ટી ૫૯૭.૬૫ પોઈન્ટ ઉછળ્યા હતા; એક્સચેન્જ ડેટા મુજબ, અગાઉના સત્રમાં બજાર ૨% ઘટ્યું હોવા છતાં વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII)એ સોમવારે ચોખ્ખા ₹૫,૬૭૨.૯૯ કરોડના શેરની ખરીદી કરી હતી.
વિશ્લેષકોના મતે, ડોલર મજબૂત બન્યો હોવા છતાં અને યુએસ બોન્ડ યીલ્ડમાં ઘટાડો થયો હોવા છતાં, વિદેશી રોકાણકારોએ અન્ય સંપત્તિઓ કરતાં ભારતીય ઇક્વિટીમાં રોકાણ કરવાનું પસંદ કરી રહ્યા છે. તેમણે ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ ૯૦ ડોલરથી નીચે આવી જવાથી સ્થાનિક ચલણને મજબૂતી મળી હોવાનું જણાવ્યું છે.
