SBI ફાઉન્ડેશને આશા સ્કોલરશીપ પ્રોગ્રામ 2024ની જાહેરાત:
મુંબઈ, 09 સપ્ટેમ્બર, 2024: દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા(SBI) ની CSR શાખા SBI ફાઉન્ડેશને તેના હેઠળના આશા સ્કોલરશીપ પ્રોગ્રામની 3જી આવૃત્તિની જાહેરાત કરી છે, જે દેશભરમાં 10,000 તેજસ્વી વિદ્યાર્થીઓને સહાયતાની ગેરન્ટી આપશે.
ધોરણ 6થી અનુસ્નાતક લેવલ સુધી વિદ્યાર્થીઓ દર વર્ષે 15,000થી લઈ રૂપિયા 20,00,000 સુધી સ્કોલરશીપ પ્રાપ્ત કરી શકે છે. આ પ્રોગ્રામ ભારતમાં સ્કૂલ સ્ટૂડેન્ટ્સ, ગ્રેજ્યુએટ્સ, અંડરગ્રેજ્યુએટ્, પોસ્ટગ્રેજ્યુએટ્સ તેમ જ IIT તથા IIM માં એડમિશન મેળવનાર વિદ્યાર્થીઓ માટે વિશેષ કેટેગરીની ઓફર કરે છે. ખાસ કરીને અનુસૂચિત જાતિ તથા અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવેલી ‘Student Abroad’ શ્રેણી વિશ્વભરની પ્રતિષ્ઠિત સંસ્થાઓમાંથી માસ્ટર અને તેનાથી ઉપરના ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ માટે એક મોટી સહાયતાના સ્વરૂપમાં કાર્ય કરશે.
સ્કોલરશીપ માટે એપ્લિકેશન વિંડો કે જે 16 ઓગસ્ટ 2024ના રોજ શરૂ થયેલ તે https://www.sbifashascholarship.org/ પર 1લી ઓક્ટોબર 2024 સુધી ખુલ્લી રહેશે. વિદ્યાર્થીઓની યોગ્યતા અને સ્કોલરશીપની સમય મર્યાદા સહિતની આ અંગેની તમામ માહિતી વેબસાઈટ પર ઉપલબ્ધ છે અને વિદ્યાર્થીઓ હેલ્પલાઈન પર જઈ માહિતી મેળવી શકે છે.
હેલ્પલાઈનને લગતી વિગતોઃ
- ઈમેલ: sbiashascholarship@buddy4study.com
- ફોન: 011-430-92248 (એક્સટેન્શન: 303) (સોમવારથી શુક્રવાર – સવારે 10:00 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી)
SBI ના ચેરમેન શ્રી ચલ્લા શ્રીનિવાસુલુ શેટ્ટીએ તેમના આ વિઝન અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે “આશા સ્કોલરશીપ બેન્કિંગથી આગળ સેવાને લગતા મૂળ મૂલ્યને દર્શાવે છે અને સૌને માટે પ્રગતિ તથા સમૃદ્ધિની દિશામાં આપણા દેશની નિરંતર પ્રગતિમાં એક સક્રિય યોગદાન આપનાર તરીકે પ્રતીક છે. અમે આ વર્ષે આ પ્રેરણાદાયી પરિવર્તનકારી પહેલને 10,000 વિદ્યાર્થીઓ સુધી લઈ જવા બદલ ગર્વ અનુભવી છીએ.વર્ષ 2022માં સ્થાપના થયા બાદથી આ સ્કોલરશીપ પ્રોગ્રામ 3,198 વિદ્યાર્થીઓને રૂપિયા 3.91 કરોડ સુધીની સમયસર આર્થિક સહાયતા પૂરી પાડી છે. આશા સ્કોલર્સ વર્ષ 2047 સુધીમાં આપણા દેશને વિકસિત ભારતનો લક્ષ્યાંક હાંસલ કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.”
સ્વતંત્ર ભારતના 77 વર્ષની સતત પ્રગતિની સાથે આ પ્રોગ્રામનો ઉદ્દેશ યુવા ભારતીયોને ભવિષ્યના લીડર્સ તેમ જ પરિવર્તનકર્તા સ્વરૂપમાં તૈયાર કરવાનો તથા તેમનું માર્ગદર્શન કરવાનો છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ, ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)