SBI જનરલ ઈન્સ્યોરન્સે “હેલ્થ આલ્ફા” લોન્ચ કર્યું
અમદાવાદ,8 ઑક્ટોબર:જનરલ ઈન્સ્યોરન્સ કંપનીઓ પૈકી એક એસબીઆઈ જનરલ ઈન્સ્યોરન્સે તેની ફ્લેગશીપ રિટેલ હેલ્થ ઈન્સ્યોરન્સ પ્રોડક્ટ- હેલ્થ આલ્ફા લોન્ચ કરવાની જાહેરાત કરી છે. અનલિમિટેડ ફ્લેક્સિબિલિટી અને 50થી વધુ કવરેજ વિકલ્પોથી સજ્જ હેલ્થ આલ્ફા તમારા સ્વાસ્થ્યની સુખાકારીમાં વધારો કરે છે. તમારૂ કવર, તમારો રસ્તોના સિદ્ધાંતના આધારે તે ગ્રાહકોને પોતાની જીવનશૈલી અને આરોગ્ય સંબંધિત જરૂરિયાતો અનુસાર, હેલ્થ પ્લાન પર્સનાલાઈઝ કરવા સક્ષમ બનાવે છે.
આ પ્રોડક્ટ પાંચ લાખ રૂપિયાથી અનલિમિટેડ સમ ઈન્સ્યોર્ડની વિશાળ રેન્જ પૂરી પાડે છે. પોલિસીધારક પાંચ વર્ષ સુધીનો લોંગ-ટર્મ પોલિસી વિકલ્પ પણ લઈ શકે છે, જે તેમને તબીબી ફુગાવા સામે રક્ષણ આપવા સક્ષમ બનાવે છે અને સાથે સાથે મુદ્દત આધારિત ડિસ્કાઉન્ટનો આનંદ માણી શકે છે. આ યોજના ખરીદવા માટેની પ્રવેશ વય 18 વર્ષ છે અને પુખ્ત વયના લોકો માટે કોઈ પ્રતિબંધ નથી અને બાળકો માટે 91 દિવસથી 25 વર્ષની વયમર્યાદા છે.

હેલ્થ આલ્ફાની મુખ્ય લાક્ષણિકતાઓમાં નીચે મુજબ છે:
- 10x સુધી સંચિત બોનસ – આ એક એડ-ઓન કવર છે જે પોલિસી હેઠળ કોઈ દાવો ન કરવામાં આવે તો વાર્ષિક 10x સુધી સંચિત બોનસ પ્રદાન કરે છે.
- અનલિમિટેડ સમ ઈન્સ્યોર્ડ – પોલિસીની મૂળ વીમા રકમ અમર્યાદિત રહેશે. કોઈપણ રકમનો દાવો પોલિસીના નિયમો અને શરતોને આધીન ચૂકવવાપાત્ર રહેશે.
- એન્ડલેસ સમ ઈન્સ્યોર્ડ – મૂળ વીમા રકમથી વધુ સિંગલ ક્લેમમાં હોસ્પિટલાઇઝેશન ખર્ચ આવરી લે છે, આ લાભ પોલિસીના જીવનકાળમાં એકવાર મેળવી શકાશે.
- જીમ અને સ્પોર્ટ્સ ઇજા કવર – આ ઈન્ડસ્ટ્રીનું પ્રથમ અને વિશિષ્ટ એડ-ઓન છે જે હોબી સ્પોર્ટ્સ અથવા દૈનિક ફિટનેસ પ્રવૃત્તિઓ દરમિયાન થયેલી ઇજાઓ માટે ઓપીડી લાભ પ્રદાન કરે છે, જેમાં નિષ્ણાતનું નિદાન, ડાયગ્નોસ્ટિક ટેસ્ટ, પ્રિસ્ક્રાઇબ કરેલી દવાઓ અને ફિઝિકલ ઉપચાર સમાવિષ્ટ છે.
- પ્લાનથી વિશેષ – આ યુનિક એડ-ઓન લાભ પોલિસીધારક દ્વારા નવ પરિણિત જીવનસાથી (35 વર્ષ સુધીની ઉંમર) અને/અથવા નવજાત બાળકો (મહત્તમ 2 બાળકો)ને વેઈટિંગ પિરિયડ કન્ટિન્યૂટી અર્થાત કવરેજમાં આવરી લેવાની તક આપે છે. જો કે, તેઓએ લગ્ન અથવા જન્મના 120 દિવસની અંદર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
- વેલકમ ડિસ્કાઉન્ટ – જો નવી પોલિસી ક્વોટ જનરેશનના પાંચ દિવસની અંદર ખરીદવામાં આવે તો પ્રોડક્ટ પર 5% નું વિશિષ્ટ “વેલકમ ડિસ્કાઉન્ટ” મળશે.
આ લોન્ચ સાથે એસબીઆઈ જનરલ ઈન્સ્યોરન્સ રિટેલ હેલ્થ સેગમેન્ટમાં તેનું નેતૃત્વ મજબૂત બનાવવા અને ગ્રાહક-કેન્દ્રિત હેલ્થ ઈન્સ્યોરન્સમાં નવા માપદંડ સ્થાપિત કરવાનો ઉદ્દેશ ધરાવે છે.
(Disclaimer: The information provided here is investment advice only. Investing in the markets is subject to risks and please consult your advisor before investing.)
(સ્પષ્ટતા: અત્રેથી આપવામાં આવતી તમામ પ્રકારની માહિતી કોઇપણ પ્રકારે રોકાણ/ ટ્રેડીંગ માટેની સલાહ નથી. બજારોમાં રોકાણ જોખમોને આધીન છે અને રોકાણ કરતા પહેલા કૃપા કરીને તમારા સલાહકારની સલાહ લો.)
