IPO ખૂલશે20 સપ્ટેમ્બર
IPO બંધ થશે22 સપ્ટેમ્બર
ફેસવેલ્યૂરૂ.1
પ્રાઇસબેન્ડ366-385
લોટ36 શેર્સ
ઇશ્યુ સાઇઝ18,961,039 શેર્સ
ઇશ્યૂ સાઇઝરૂ. 730 કરોડ
લિસ્ટિંગBSE, NSE

અમદાવાદ, 15 સપ્ટેમ્બર: સિગ્નેચરગ્લોબલ (ઈન્ડિયા) લિમિટેડ (SGL) 20 સપ્ટેમ્બરના રોજ શેરદીઠ રૂ. 1ની ફેસવેલ્યૂ અને રૂ. 366-385ની પ્રાઇસબેન્ડ ધરાવતાં શેર્સના IPO સાથે મૂડીબજારમાં પ્રવેશી રહી છે. રૂ. 730 કરોડ એકત્ર કરવાની દરખાસ્ત સાથેનો IPO તા. 22 સપ્ટેમ્બરે બંધ થશે. બિડ ઓછામાં ઓછા 38 ઇક્વિટી શેર માટે અને ત્યારબાદ 38 ઇક્વિટી શેરના ગુણાંકમાં કરી શકાશે. કંપનીના શેર્સ બીએસઇ અને એનએસઇ ખાતે લિસ્ટેડ કરાવવાની દરખાસ્ત છે.

સિગ્નેચરગ્લોબલ (ઈન્ડિયા) લિમિટેડ, વર્ષ 2020 અને 31 માર્ચ, 2023ના રોજ પૂરા થયેલા ત્રણ મહિના દરમિયાન સપ્લાય કરાયેલા યુનિટ્સના સંદર્ભમાં (રૂ. 8 મિલિયનની કિંમતની કેટેગરી હેઠળના) કિફાયતી અને લોઅર મીડ સેગમેન્ટ હાઉસિંગમાં દિલ્હીના નેશનલ કેપિટલ રિજન (“દિલ્હી એનસીઆર”)માં સૌથી મોટી રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ કંપની છે જે 19%નો બજાર હિસ્સો ધરાવે છે (સ્રોતઃ એનારોક રિપોર્ટ).

 કંપનીએ વર્ષ 2014માં તેની સબસિડિયરી, સિગ્નેચર બિલ્ડર્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા, હરિયાણાના ગુરુગ્રામમાં 6.13 એકર જમીન પર અમારા સોલેરા પ્રોજેક્ટની શરૂઆત સાથે કામગીરી શરૂ કરી હતી. તેણે વર્ષોથી અને એક દાયકા કરતાં ઓછા સમયમાં તેની કામગીરીમાં વધારો કર્યો છે અને 31 માર્ચ, 2023 સુધીમાં તેણે દિલ્હી એનસીઆર રિજનમાં 27,965 રેસિડેન્શિયલ અને કોમર્શિયલ યુનિટ્સનું વેચાણ કર્યું છે જેમાં એકંદરે સેલેબલ એરિયા 18.90 મિલિયન ચોરસ ફૂટ રહ્યો છે. કંપનીનું વેચાણ (નેટ ઓફ કેન્સલેશન) 42.46%ના ચક્રવૃદ્ધિ વાર્ષિક વૃદ્ધિ દર (“સીએજીઆર”)થી વધ્યું છે, જે નાણાંકીય વર્ષ 2021માં રૂ. 16,902.74 મિલિયનથી નાણાંકીય વર્ષ 2023માં રૂ. 34,305.84 મિલિયન થયું હતું. માર્ચ 31, 2023 સુધીમાં, 25,089 રેસિડેન્શિયલ યુનિટ્સનું વેચાણ થયું હતું જેમાં યુનિટ દીઠ રૂ. 3.60 મિલિયનની સરેરાશ વેચાણ કિંમત હતી.

કંપનીએ ઇન્ટિગ્રેટેડ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ મોડલ અપનાવ્યું

સિગ્નેચરગ્લોબલ (ઈન્ડિયા)એ એક ઇન્ટિગ્રેટેડ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ મોડલ અપનાવ્યું છે, જેમાં શરૂઆતથી લઈને પૂર્ણતા સુધી પ્રોજેક્ટ્સ ચલાવવા માટે ઇન-હાઉસ ક્ષમતાઓ અને સંસાધનો છે જે તેને સ્પર્ધાત્મક ભાવે પ્રોજેક્ટ્સ ઓફર કરવામાં સક્ષમ બનાવે છે. તેની મુખ્ય શક્તિઓમાં કંપનીની એ ક્ષમતા છે કે તે જમીન પરના પ્રોજેક્ટ્સને અસરકારક રીતે ટર્નઅરાઉન્ડ કરે છે અને તે સામાન્ય રીતે જમીન સંપાદનની તારીખથી 18 મહિનાના સમયગાળામાં પ્રોજેક્ટ શરૂ કરે છે.

કંપની 31 માર્ચ, 2023 સુધીમાં પ્રત્યક્ષ વેચાણમાં રોકાયેલા 593 ચેનલ પાર્ટનર્સ અને 41 કર્મચારીઓની ઇન-હાઉસ ટીમ અને પરોક્ષ વેચાણ માટે 100 કર્મચારીઓની ઇન-હાઉસ ટીમ સાથે, તેના લક્ષિત ગ્રાહક સેગમેન્ટ્સ પર કેન્દ્રિત એક વ્યાપક ડિસ્ટ્રીબ્યુશન નેટવર્ક ધરાવે છે, જેના લીધે ઓફરિંગની વર્તમાન સિદ્ધિ હાંસલ થઈ શકી છે. કંપની ઈન્વેન્ટરીના વેચાણ માટે ટેક્નોલોજીનો અસરકારક ઉપયોગ પણ કરી રહી છે. કંપનીના એએચપી (એફોર્ડેબલ હાઉસિંગ) પ્રોજેક્ટ્સ ડિરેક્ટોરેટ ઓફ ટાઉન એન્ડ કન્ટ્રી પ્લાનિંગ, હરિયાણા (“ડીટીસીપી”) દ્વારા ફરજિયાત કરાયા મુજબ ડિજિટલ ચેનલો દ્વારા જ વેચવામાં આવે છે અને જાન્યુઆરી 2022થી એએચપી પ્રોજેક્ટ્સ હેઠળ તેની સમગ્ર પ્રોજેક્ટ ઇન્વેન્ટરી સરકારી વેબસાઈટ સહિત એક્સક્લુઝિવલી ઓનલાઇન વેચવામાં આવી રહી છે.

કંપનીના રોકાણકાર આધારમાં આઈએફસી અને એચડીએફસી કેપિટલ એડવાઈઝર્સનો સમાવેશ થાય છે જેમણે કંપની દ્વારા મૂડી એકત્રિત કરવા માટે હાથ ધરાયેલા વિવિધ રાઉન્ડ્સમાં ભાગ લીધો હતો.

લીડ મેનેજર્સઃ આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ, એક્સિસ કેપિટલ અને કોટક મહિન્દ્રા કેપિટલ કંપની ઓફરના બુક રનિંગ લીડ મેનેજર્સ છે.

કંપનીની નાણાકીય કામગીરી એક નજરે (રૂ. કરોડ)

PeriodMar20Mar21Mar22Mar23
Assets2,930.523,762.374,430.855,999.13
Revenue263.03154.72939.601,585.88
PAT-56.57-86.28-115.50-63.72
Net Worth-93.07-206.87-352.2247.54
Reserves-128.87-210.78-364.0134.08
Borrowing969.361,176.381,157.531,709.75