અમદાવાદ, 23 ફેબ્રુઆરીઃ ફાર્માસ્યુટિકલ્સ અને એગ્રો ટ્રેડિંગના વ્યવસાય સાથે સંકળાયેલી ગુજરાત સ્થિત વિવાન્ઝા બાયોસાયન્સિસ લિ.એ ડિસેમ્બર 2023ના રોજ પૂરા થતા નવ મહિનાના ગાળા માટે ઉત્કૃષ્ટ નાણાંકીય પરિણામો જાહેર કર્યા છે. કંપનીએ નાણાંકીય વર્ષ 2024ના પહેલા નવ મહિના માટે રૂ. 23.49 કરોડની કન્સોલિડેટેડ કુલ આવકો નોંધાવી છે જે વાર્ષિક ધોરણે 137 ટકાની વૃદ્ધિ દર્શાવી છે. ગયા વર્ષના સમાન ગાળામાં કુલ આવકો રૂ. 9.92 કરોડ હતી. કંપનીનો નાણાંકીય વર્ષ 2024ના પહેલા નવ મહિનાના ગાળામાં ચોખ્ખો નફો રૂ. 70.19 લાખથી 37 ટકા વધીને રૂ. 96.13 લાખ થયો હતો.

કંપનીએ ચોખ્ખા નફામાં 69 ટકા અને વેચાણમાં 23 ટકાના 3 વર્ષના સીએજીઆર સાથે છેલ્લા કેટલાક વર્ષોમાં મજબૂત વૃદ્ધિ નોંધાવી છે. આગળ જતા કંપની તેની કામગીરીના વ્યૂહાત્મક વિસ્તરણ કરીને, ઉત્પાદન ક્ષમતા વધારીને તથા સંસ્થાકીય ક્ષમતાને ઓપ્ટિમાઇઝ કરીને તેની સ્થિતિને મજબૂત કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. કંપની વણખેડાયેલા બજારો તથા સમગ્ર વેલ્યુ ચેઇનમાં વિવિધ તકો તરફ નજર કરી રહી છે. આ ઉપરાંત કંપનીએ ટર્નકી ફાર્માસ્યુટિકલ યુનિટ્સ સપ્લાય કરવા અને હાથ ધરવા વૈશ્વિક બજારમાં તેનું વિઝન પણ નક્કી કર્યું છે અને વૈશ્વિક બજારમાં વ્યાપાર સહયોગીઓ સાથે જોડાણ કરવાની યોજના બનાવી રહી છે.

વિવાન્ઝા બાયોસાયન્સિસ લિમિટેડ નોવેલ અને જેનેરિક ફાર્માસ્યુટિકલ્સના વ્યાપારીકરણ પર કેન્દ્રિત સ્પેશિયલ્ટી ફાર્માસ્યુટિકલ્સ કંપની છે જે દર્દીઓને વધુ સારી, સુરક્ષિત અને વધુ એક્સેસિબલ દવાઓ પૂરી પાડે છે. છેલ્લા બે દાયકામાં તેણે પોતાનામાં પરિવર્તનો લાવીને, તકોનો લાભ લઈને તથા પડકારોનો હિંમતપૂર્વક સામનો કરીને અનેક સિદ્ધિઓ મેળવી છે. કંપની ડાયાબિટીસ, એન્ટી-મેલેરિયા, નેફ્રોલોજી અને કાર્ડિયોવાસ્ક્યુલર સહિતના થેરાપ્યુટિક ક્ષેત્રોમાં ડાયવર્સિફાઇડ પ્રોડક્ટ પોર્ટફોલિયો ઓફર કરે છે. કંપની 100થી વધુ કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ ક્લાયન્ટ્સ ધરાવે છે અને તેની 32થી વધુ પ્રોડક્ટ્સ પાઇપલાઇનમાં છે. નાણાંકીય વર્ષ 2023માં કંપનીએ રૂ. 71.6 લાખનો ચોખ્ખો નફો અને રૂ. 18.3 કરોડની કુલ આવક નોંધાવી હતી.

માર્ચ, 2023માં કંપનીએ 1:10ના ધોરણે શેર વિભાજનને મંજૂરી આપી હતી. કંપનીએ પ્રત્યેક રૂ. 10ની ફેસ વેલ્યુના એક ઇક્વિટી શેરનું પ્રત્યેક રૂ. 1ના 10 ઇક્વિટી શેર્સમાં વિભાજન કરવા માટે મંજૂરી આપી હતી.

કંપનીએ મજબૂત માર્કેટિંગ પ્રયાસો, ઇન્વેન્ટ્રી મેનેજમેન્ટ ટેક્નિક્સ થકી પડતરમાં ઘટાડો, નવી પ્રોડક્ટ્સ રજૂ કરવા તથા પ્રોડક્ટ્સની ગુણવત્તા સાથે સમાધાન કર્યા વિના ઉત્પાદન પ્રક્રિયા હાથ ધરવા તથા પ્રતિભાશાળી કર્મચારીઓને જાળવી રાખવા જેવી અનેક પહેલ આદરી છે.